Home ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ સંદર્ભે મુંબઈમાં અગ્રણી ઉદ્યોગકારો સાથે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ સંદર્ભે મુંબઈમાં અગ્રણી ઉદ્યોગકારો સાથે કરી વન ટુ વન બેઠક

39
0

ઉદ્યોગોએ ગુજરાતની પ્રોત્સાહક પોલિસીઓનો લાભ લેવા અને રાજ્યમાં રોકાણો માટે ઉત્સુકતા દર્શાવી
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪માં જોડાવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આમંત્રણ પાઠવ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ સંદર્ભે મુંબઈ ખાતે અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન બેઠકો નો ઉપક્રમ તેમના મુંબઈના એક દિવસીય પ્રવાસ મુલાકાત દરમ્યાન પ્રયોજ્યો છે.

(જી.એન.એસ),તા.૧૧
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે L&Tના ચેરમેન એસ. એન. સુબ્રહ્મણ્યન, ભારત અને દક્ષિણ એશિયા P&Gના એમડી એલ.વી. વૈદ્યનાથન, UPLના ચેરમેન અને ગ્રુપ CEO જય શ્રોફ, ટાટા સન્સ પ્રા. લિ.ના ચેરમેન નટરાજન ચંદ્રશેખરન, કોટક મહિન્દ્રા બેંક એમડી અને સીઈઓ દિપક ગુપ્તા, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના કોર્પોરેટ અફેર્સ ગ્રુપ પ્રેસિડેન્ટ રાકેશ સ્વામી, કેમટ્રોલ્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિ.ના ચેરમેન અને એમડી નંદકુમાર, આદિત્ય બિરલા ગ્રુપ ચેરમેન શ્રી કુમાર મંગલમ બિરલા, ITC લિમિટેડના ચેરમેન અને એમડી શ્રી સંજીવ પુરી, બેન્ક ઓફ અમેરિકાના પ્રેસિડેન્ટ અને કન્ટ્રી હેડ સુશ્રી કાકુ નખાતે સાથે વન ટુ વન બેઠક કરી હતી. આ વન-ટુ-વન મુલાકાત બેઠકની શરૂઆતમાં સૌપ્રથમ L&Tના ચેરમેન એસ. એન. સુબ્રહ્મણ્યન સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન L&Tના ચેરમેને ગૃપ વિશે માહિતી આપતા કહ્યું હતું કે, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, બાંધકામ અને ઉત્પાદનમાં અજોડ ક્ષમતાઓ ધરાવતું ૮૦ વર્ષથી વધુ જૂનું ઉદ્યોગ જૂથ છે. L&T કન્સ્ટ્રક્શન્સ દેશના પ્રથમ હાઈ-સ્પીડ રેલ કોરિડોર, મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (MAHSR)ના અમુક વિભાગોને એક્ઝિક્યુટ કરી રહ્યું છે. કંપનીએ સુરતના હજીરામાં K9 વજ્ર ટેન્કનું નિર્માણ કર્યુ છે. આ ઉપરાંત હઝીરા ખાતે આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઈસીસ પ્રોસેસ આધારિત ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન શરૂ કર્યું છે અને આ માટે 1000 કરોડનું રોકાણ કર્યું છે તેની ભૂમિકા આપી હતી. તેઓ તેમના મોટા ભાગના પ્રોજેક્ટ માટે ગુજરાતમાં જ રોકાણને પ્રથમ પસંદગી આપે છે તેમ જણાવ્યું હતું. તેમણે ગુજરાતમાં આગામી આયોજન અંગે ચર્ચા કરી હતી. તેમાં L&T ફાઇનાન્સ હોલ્ડિંગ્સના મિલકતોના રિટેલ પોર્ટફોલિયોમાં વિસ્તારની યોજના અંગે માહિતી આપી હતી. તેમજ ગત વર્ષ, L&T એ રૂપિયા ૭ હજાર કરોડના રોકાણથી વડોદરામાં IT અને IT- સક્ષમ સેવાઓ (ITeS) પાર્ક સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે તેની પણ વિગતો આપી હતી.
મુખ્યમંત્રીએ L&T ૨૦૦૫થી વાઇબ્રન્ટ સમિટથી સક્રિય ભાગીદાર રહ્યું છે એમ જણાવી આગામી ૨૦૨૪માં યોજાનાર વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. આ વન-ટુ-વન મુલાકાત બેઠકના ઉપક્રમમાં મુખ્યમંત્રીએ P&Gના એમડી એલ.વી. વૈદ્યનાથન સાથે મુલાકાત કરી હતી. એલ વી. વૈદ્યનાથને મુખ્યમંત્રીને કંપની વિશે માહિતગાર કરતા કહ્યું હતું કે, P&Gની સ્થાપના ૧૮૦ વર્ષ પહેલાં કરાઈ હતી. હાલમાં વિક્સ, એરિયલ, ટાઇડ, વ્હિસ્પર, ઓલે, જિલેટ, અંબીપુર, પેમ્પર્સ, પેન્ટેન, ઓરલ-બી હર્બલ એસેન્સ, હેડ એન્ડ શોલ્ડર્સ, બ્રૌન અને ઓલ્ડ સ્પાઈસ સહિતની વિશ્વસનીય, ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ સાથે માર્કેટમાં મજબૂત પોર્ટફોલિયો ધરાવે છે. આ તમામ ઉત્પાદનો ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ હેઠળ, ૯૫ ટકાથી વધુ ઉત્પાદન સ્થાનિક રીતે કરવામાં આવે છે. P&Gનો ૨૦૧૫થી અમદાવાદના સાણંદમાં અત્યાધુનિક ઉત્પાદન પ્લાન્ટ કાર્યરત છે તેની પણ ચર્ચા તેમણે મુખ્યમંત્રી સાથે કરી હતી. મુખ્યમંત્રીએ તેમને વાયબ્રન્ટ ૨૦૨૪માં જોડાવા આમંત્રણ આપ્યું હતું. મુખ્યમંત્રીએ અગ્રણી ઉદ્યોગકારો સાથે મુલાકાત બેઠક અંર્તગત UPLના ચેરમેન જય શ્રોફ સાથે વન ટુ વન બેઠક યોજી હતી. કંપની વિશે માહિતી આપતાં જય શ્રોફે કહ્યું હતું કે, કંપની ૧૪૦થી વધુ દેશો સાથે વ્યાપાર કરી રહી છે. ગુજરાતમાં ભરૂચ અને વાપીમાં તેમજ અંકલેશ્વરમાં ઉત્પાદન સુવિધાઓ ધરાવે છે. તાજેતરમાં CleanMax સાથે મળીને, તેઓએ ગુજરાતમાં એક ગ્રાઉન્ડબ્રેકિંગ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ પણ સ્થાપ્યો છે તેની પણ વિગતો આપી હતી.
મુખ્યમંત્રીએ ગુજરાતમાં UPL આ યોગદાન અંગે આનંદ વ્યક્ત કરી તેમને આગામી વાયબ્રન્ટ સમિટમાં જોડાવાનું નિમંત્રણ પાઠવ્યું હતું. મુખ્યમંત્રીએ ટાટા એન્ડ સન્સ પ્રા. લિ.ના ચેરમેન શ્રી નટરાજન ચંદ્રશેખરન સાથે વન ટુ વન બેઠક યોજી હતી. આ બેઠકમાં શ્રી નટરાજને પાવર, ઓટોમોબાઈલ, કેમિકલ્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી બિઝનેસમાં પ્રેઝન્સ સાથે ટાટા ગ્રુપ ગુજરાતમાં સૌથી મોટા રોકાણકારોમાંનું એક છે. સાણંદ ફેસેલિટીમાં ફ્લેક્સિબલ એસેમ્બલી લાઇન છે અને તે EV મોડલ સહિત ટિગોર અને ટિયાગો જેવા પેસેન્જર વાહનોના વિવિધ મોડલનું ઉત્પાદન તેઓ કરે છે તેની વિગતો જણાવી હતી. શ્રી નટરાજને ગુજરાતમાં રોકાણો અંગે વિસ્તૃત માહિતી આપતા કહ્યું હતું કે, ટાટા ગ્રૂપે સાણંદમાં રૂપિયા ૧૩,૦૦૦ કરોડના ખર્ચે EV બેટરી પ્લાન્ટનું નિર્માણ કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ટાટા ગ્રૂપની પેટાકંપની Tata Agaratas Energy Storage Solutions Pvt Ltd.એ લિથિયમ-આયન કોષોના ઉત્પાદન માટે ગીગા-ફેક્ટરી સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ ઉપરાંત ટાટા કેમિકલ ધોલેરામાં ભારતના સૌથી મોટા લિથિયમ-આયન બેટરી પ્લાન્ટનું આયોજન કરવા વિચારી રહ્યું છે. તેમજ ટાટા અને એરબસે વડોદરા ખાતે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના ઉત્પાદન માટે સંયુક્ત સાહસની રચના કરી છે, જેનું ભૂમિપૂજન વડાપ્રધાન દ્વારા ગત વર્ષે કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ ટાટા જૂથ રિન્યુએબલ એનર્જી અને ગ્રીન એનર્જીમાં મોટું રોકાણ કરી રહ્યું હોવાની ખુશી વ્યક્ત કરી હતી. ટાટા પાવર સોલર એ ઉર્જા ક્ષેત્રના અગ્રણી કંપનીઓમાંની એક છે, જેને સોલર PLI (ઉત્પાદન-લિંક્ડ ઇન્સેન્ટિવ) યોજનાના બીજા તબક્કામાં વિવિધ કેટેગરીમાં રકમ ફાળવવા મુખ્યમંત્રીએ તૈયારી દર્શાવી હતી. ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાએ ગિફ્ટ સિટી મારફતે તેના પ્રથમ A350 એરક્રાફ્ટનું સંપાદન પૂર્ણ કર્યું છે. ગિફ્ટ સિટી દ્વારા લીઝ પર અપાયેલું આ પ્રથમ વાઈડ બોડી એરક્રાફ્ટ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર EV નીતિ અંતર્ગત ઈલેક્ટ્રિક વાહનો ખરીદનારા ગ્રાહકો અને રાજ્યમાં ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપી રહેલી કંપનીઓને પ્રોત્સાહન આપે છે. મુખ્યમંત્રીએ તાજેતરમાં ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી-૨૦૨૩ નીતિ અંગે માહિતગાર કર્યાં હતા. આ નીતિ અંતર્ગત ટાટા ગૃપને રાજ્યભરમાં EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટે વિવિધ પ્રોત્સાહનો આપવા પણ મુખ્યમંત્રીએ તૈયારી દર્શાવી હતી. તેમજ આગામી વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આમંત્રણ પાઠવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાયબ્રન્ટ સમિટની પૂર્વાર્ધ બેઠક કડીમાં મુંબઈ ખાતે કોટક મહિન્દ્રા બેંક એમડી અને સીઈઓ દિપક ગુપ્તા સાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન દિપક ગુપ્તાએ કોટક મહિન્દ્રા બેંકે ગિફ્ટ સિટીમાં શરૂ કરેલા તેના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર સ્થાપના બેંકિંગ યુનિટ (IBU)ની વિગતો આપી હતી. સરકારના “૭૫ જિલ્લાઓમાં ૭૫ ડિજિટલ બેંકિંગ યુનિટ્સ (DBUs)” પહેલ સાથે ભાગીદારી કરીને કોટક મહિન્દ્રા બેંક લિમિટેડે ગુજરાતમાં સુરત અને મહેસાણા ખાતે બે ડિજિટલ બેંકિંગ એકમો શરૂ કર્યા છે તેમજ CSR હેઠળ બેંકે શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ (SFT) સાથે મળીને કુશલતા કા નિર્માણ – ગુજરાતમાં કૌશલ્ય વિકાસ માટે CSR પ્રોજેક્ટ શરૂ કર્યો હોવાની વિગતો આપી હતી. મુખ્યમંત્રીએ કોટક જૂથના CSR હેઠળ ગુજરાતમાં શિક્ષણ અને આજીવિકા પ્રોજેક્ટ વિસ્તારવાની બાબતને સપોર્ટ કરવા તૈયારી દર્શાવી હતી. તેમજ અમદાવાદમાં આગામી ડિસેમ્બરમાં આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ કોન્ક્લેવમાં અને ૧૦મી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે યોજાનારી મુખ્ય સમિટ ઇવેન્ટ માં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વન ટુ વન બેઠક અંતર્ગત ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના કોર્પોરેટ અફેર્સ ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી રાકેશ સ્વામી સાથે બેઠક યોજી હતી. શ્રી સ્વામીએ ગોદરેજ ગૃપના ગુજરાતમાં દહેજ ખાતે સ્થિત પ્રોસેસ ઇક્વિપમેન્ટ ઉત્પાદન એકમ તથા વાલિયા ખાતેના કેમિકલ્સ બિઝનેસ મેન્યુફેક્ચરિંગ એકમ અંગે વિગતો પૂરી પાડી દહેજમાં એકમમાં વર્ષ ૨૦૨૫ સુધીમાં વધારાના ૩૦૦ કરોડ રૂપિયાના રોકાણ અંગે કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમણે હાઇડ્રોજન અને પાવર સેક્ટરમાં સ્પેશિયલાઈઝ્ડ અને મોટા ઇક્વિપમેન્ટની ડિલિવરી માટે કંપની પોતાની પ્રેઝન્સ મજબૂત કરવા માટે રોકાણ કરવા અંગેના ભાવિ આયોજનથી મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા.આ સંદર્ભે મુખ્યમંત્રીએ તેમના આ પ્રોજેક્ટ્સ માટે પોલીસી ડ્રિવન ગુજરાત સ્ટેટ બેસ્ટ ડેસ્ટિનેશન છે તેમ જણાવી આગામી વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેંક ઓફ અમેરિકાના કન્ટ્રી હેડ અને પ્રેસિડેન્ટ કાકુ નખાતે એ મુંબઈમાં વાયબ્રન્ટ સમિટ ૨૦૨૪ના કર્ટેન રેઈઝર ઇવેન્ટ પૂર્વે વન ટુ વન બેઠક યોજી હતી. તેમને ગીફ્ટ સિટી ગાંધીનગરમાં બેંક ઓફ અમેરિકાનું ગ્લોબલ બીઝનેસ સર્વિસ સેન્ટર સફળતાપૂર્વક કાર્યરત છે તેની વિગતો આપવા સાથે રાજ્ય સરકારના મળી રહેલા સહયોગ અંગે આભાર વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને વાયબ્રન્ટ સમિટ ૨૦૨૪ના સંદર્ભમાં ગીફ્ટ સિટી ખાતે તા. ૧૦મી જાન્યુઆરીએ યોજાનારી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં અને વાયબ્રન્ટના મુખ્ય ઇવેન્ટ સાથે યોજાઈ રહેલી ટેકેડમાં પણ જોડાવા આમંત્રણ આપ્યું હતું. મુખ્યમંત્રીએ બેંક ઓફ અમેરિકાને ગુજરાતમાં તેના આગામી રોકાણો અન્વયે ઓપરેશન્સમાં રાજ્ય સરકાર યોગ્ય મદદ રૂપ થશે તેમ પણ જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુંબઈમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ કર્ટેન રેઈઝર અંતર્ગત વન ટુ વન બેઠકોની શૃંખલામાં આઈ.ટી.સી. લિમિટેડના ચરેમેન અને એમ.ડી. સંજીવ પુરીએ મુલાકાત બેઠક યોજી હતી. આઈ.ટી.સી. ગ્રુપ હોટેલ્સ, પેકેજીંગ, એગ્રી બિઝનેસ જેવા ક્ષેત્રોમાં પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તારી રહ્યું છે તે અંગે મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ટુરીઝમ ક્ષેત્રના ડેવલોપમેન્ટ માટેની જે પ્રોત્સાહક પોલિસીઝ રાજ્ય સરકાર દ્વારા અમલી છે તેની પણ આ મુલાકાત દરમિયાન ચર્ચાઓ હાથ ધરી હતી, અને રાજ્ય સરકારના સહયોગની તત્પરતા દર્શાવી હતી. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, અધિક મુખ્ય સચિવો પંકજ જોશી, એસ.જે.હૈદર, જે.પી.ગુપ્તા અને ગિફ્ટના એમ.ડી. તપન રે આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં આગામી બે મહિના સુધી જનભાગીદારીથી ‘સ્વચ્છતા ઝુંબેશ’ હાથ ધરાશે
Next articleદિલ્હીના કર્ટેન રેઈઝર ઇવેન્ટની ભવ્ય સફળતા બાદ મુખ્યમંત્રી શ્રી ભેપેન્દ્ર પટેલ મુંબઈમાં રોડ શોમાં ઉપસ્થિત