Home રમત-ગમત Sports વર્લ્ડ કપ 2023માં ઇંગ્લેન્ડનો પ્રથમ વિજય, બાંગ્લાદેશને 137 રનથી હરાવ્યું

વર્લ્ડ કપ 2023માં ઇંગ્લેન્ડનો પ્રથમ વિજય, બાંગ્લાદેશને 137 રનથી હરાવ્યું

49
0

(GNS),11

ઓપનર ડેવિડ મલાનની આક્રમક સદી અને રિસી ટોપલેની વેધક બોલિંગની મદદથી ઇંગ્લેન્ડે મંગળવારે રમાયેલી આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપની મેચમાં બાંગ્લાદેશ સામે શાનદાર પ્રદર્શન કરીને 137 રનના જંગી અંતરથી વિજય હાંસલ કર્યો હતો. આમ વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડે તેની પ્રારંભિક મેચના પરાજયને ભુલાવીને આ વખતે વિજયનું ખાતું ખોલાવ્યું હતું. મલાનને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. અહીંના એચપીસીએ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતાં ઇંગ્લેન્ડે 50 ઓવરને અંતે નવ વિકેટે 364 રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 48.2 ઓવરમાં 227 રન કરી શકી હતી. ઇંગ્લેન્ડે મજબૂત પ્રારંભ કર્યો હતો અને તેના મોખરાના ત્રણ બેટ્સમેને 50+નો સ્કોર કર્યો હતો જેમાં ડેવિડ મલાન મોખરે રહ્યો હતો. તેણે 107 બોલમાં 140 રન ફટકાર્યા હતા જેમાં પાંચ સિક્સરનો સમાવેશ થતો હતો..

ઇંગ્લેન્ડે જંગી સ્કોર નોંધાવ્યા બાદ રિસી ટોપલેએ વેધક બોલિંગ કરીને 43 રનમાં ચાર વિકેટ ઝડપી હતી જેને કારણે બાંગ્લાદેશના ટોચના બેટ્સમેન જરાય લડત આપી શક્યા ન હતા. લિટ્ટન દાસ અને મુશ્ફીકૂર રહીમે લડાયક બેટિંગ કરી હતી અને અડધી સદી ફટકારી હતી તેમના પ્રયાસ ટીમ માટે પર્યાપ્ત ન હતા. ઇંગ્લેન્ડ માટે મલાનના 140 રન ઉપરાંત જ્હોની બેરસ્ટોએ બાવન અને જો રૂટે 82 રન ફટકાર્યા હતા. આમ આ મેચના પ્રારંભિક તબક્કામાં ઇંગ્લેન્ડનું વર્ચસ્વ રહ્યું હતું. જોકે આ ત્રણ બેટ્સમેનને બાદ કરતાં બાકીનો કોઈ બેટ્સમેન મજબૂત યોગદાન આપી શક્યો ન હતો અને તેથી જ ઇંગ્લેન્ડ 400 રનના આંક સુધી પહોંચી શકી ન હતી. જે એક સમયે શક્ય જણાતો હતો. જોકે આ મુકાબલામાં બંને ટીમે તક મળી ત્યારે પ્રહાર કર્યા હતા. મેચની શરૂઆતમં ઇંગ્લેન્ડનો દબદબો રહ્યો હતો તો મધ્ય ભાગમાં બાંગ્લાદેશી બોલર્સે લડત આપીને ઇંગ્લેન્ડના મિડલ ઓર્ડરમાં ગાબડું પાડ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકાશ્મીરમાં પહેલો ફેશન શો, અભિનેત્રી હુમા કુરેશી શો સ્ટોપર રહી
Next articleભારતનો સ્ટાર ઓપનર શુભમન ગિલ પાકિસ્તાન સામેની મેચ પણ ગુમાવશે