(GNS),07
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ ઈમેલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમને પણ ઉડાવી દેવાની ધમકી મળી છે. ઈમેલ મોકલનારી વ્યક્તિએ 500 કરોડ રૂપિયા અને જેલમાં બંધ ડોન લોરેન્સ બિશ્નોઈની મુક્તિની માગણી કરી છે.NIAએ PM સુરક્ષા અને અન્ય રાજ્યોની પોલીસ સાથે માહિતી શેર કરી છે. મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને ઇમેઇલ પર ધમકી આપવામાં આવી છે. ધમકી આપવા વાળાએ સરકાર પાસેથી 500 કરોડ રૂપિયાની સાથે ગેંગસ્ટર લોરેન્સ બિશનોઈને મુક્ત કરવાની માંગ કરી છે. આ માંગ નહિ માનવામાં આવે તો અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવવાની ધમકી અપાઈ છે. ઈમેલમાં લખવામાં આવ્યું હતું કે ભારતમાં દરેક વસ્તુ વેચાય છે અને અમે ઘણી વસ્તુઓ ખરીદી પણ છે, ગમે તેટલી સુરક્ષા વધાવી લેજો અમારા થી નહિ બચી શકો. ધમકી આપવાવાળાએ મુંબઈ પોલીસને મેઈલનો જવાબ આપવા પણ કહ્યું છે. ધમકી ભર્યા ઇમેઇલ બાદ NIA સહિત તપાસ એજન્સીઓએ તપાસ તેજ કરી છે.
મુંબઈ પોલીસ, ગુજરાત પોલીસ સહિત કેન્દ્રીય તપાસ એજન્સીઓએ દેશભરની પોલીસને સતર્ક કરી છે. હાલમાં બિશ્નોઈને દિલ્હીના મંડોળી જેલમાં રાખવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ધમકીભર્યો આ મેલ એનઆઈએને મોકલવામાં આવ્યો છે. અને એજન્સીએ આ મેલ વિશે મુંબઈ પોલીસને જણાવ્યું છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, એનઆઈએ થકી અમને આ મેલ વિશે માહિતી મળે. અમે અન્ય એજન્સીઓને પણ સૂચના આપી દીધી છે. એનઆઈએને જે આઈડીથી મેલ મોકલવામાં આવ્યો છે, તેની માહિતી મળી ગઈ છે. તે યુરોપથી મોકલવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, એવુ લાગે છે કે, વિદેશમાં બેઠેલી વ્યક્તિની આ શરારત છે. મુંબઈ પોલીસે આ પર તપાસ શરૂ કરી દીધી છે. સાથે જ વર્લ્ડ કપની તમામ મેચો માટે કડક સુરક્ષા વ્યવસ્થાની પણ આશ્વાસન આપ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.