(GNS),07
ગાઝા પટ્ટીના પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ શનિવારની વહેલી સવારે ઇઝરાયેલ તરફ ડઝનેક રોકેટ છોડીને ઇઝરાયેલને હચમચાવી નાખ્યું હતું. સવારથી રાજધાની તેલ અવીવ સહિત સમગ્ર ઇઝરાયેલમાં સાયરન અલર્ટ સંભળાઈ રહ્યું છે. ઇઝરાયલી મીડિયાના અહેવાલો અનુસાર ગાઝામાં રોકેટના અવાજો સંભળાતા હતા અને વહેલી સવારે બેરેજ દરમિયાન સાયરનનો અવાજ ઉત્તરમાં લગભગ 70 કિલોમીટર (40 માઇલ) દૂર તેલ અવીવ સુધી સંભળાયો હતો. એવું માનવામાં આવે છે કે રોકેટ હુમલા પછી ઇઝરાયેલ જવાબી કાર્યવાહી કરી શકે છે.
ઇઝરાયેલી આર્મીએ કહ્યું કે, ‘દેશભરના ઇઝરાયલીઓ આજે સવારે સાયરન અને રોકેટ ફાયરિંગથી જાગ્યા હતા. ઓપરેશનની પ્રથમ 20 મિનિટમાં ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયેલમાં 5,000 થી વધુ રોકેટ છોડવામાં આવ્યા હતા.’ આ સાથે જ X પર જણાવવામાં આવ્યું કે, “ગાઝા પટ્ટીમાંથી સંખ્યાબંધ આતંકવાદીઓ ઇઝરાયેલના પ્રદેશમાં ઘૂસી ગયા છે. ગાઝા પટ્ટીની આસપાસના વિસ્તારના રહેવાસીઓને તેમના ઘરોમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.’
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.