(GNS),07
મેક્સિકોના ઓક્સાકામાં શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 3 બાળકો સહિત 18 લોકોના મોત થયા છે, જ્યારે 27 લોકો ઘાયલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મૃતકોમાં મોટા ભાગના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. આમાં મોટા ભાગના લોકો વેનેઝુએલા અને હૈતીના રહેવાસી છે. મૃતકોમાં બાળકો ઉપરાંત 13 પુરૂષ અને બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
અકસ્માતમાં બાકીના ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઓક્સાકા પોલીસે જણાવ્યું કે બસમાં 55 લોકો બેઠા હતા. તેમાંથી મોટાભાગના વેનેઝુએલાના હતા. આ ભયાનક અકસ્માત ઓક્સાકા અને પાડોશી રાજ્ય પુએબ્લાને જોડતા નેશનલ ધોરીમાર્ગ પર બન્યો હતો. મુસાફરો અમેરિકન-મેક્સિકન સરહદ સુધી પહોંચવા માટે સમગ્ર મેક્સિકોમાં બસ દ્વારા મુસાફરી કરે છે..
મેક્સિકોની આવી અનેક વાર ઘટનાઓ બનતી જ હોય છે જે જણાવીએ કે, ગયા રવિવારે પણ એક ટ્રકને અકસ્માત નડ્યો હતો. તે ક્યુબન સ્થળાંતર કરનારાઓને દક્ષિણના રાજ્ય ચિયાપાસમાં લઈ જઈ રહ્યો હતો. તે ચિયાપાસમાં અચાનક પલટી ગયો હતો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 10 ક્યુબન ઇમિગ્રન્ટ્સ મૃત્યુ પામ્યા હતા, જ્યારે 25 ઘાયલ થયા હતા. અગાઉ જુલાઈમાં પણ આવો જ એક દુ:ખદ અકસ્માત થયો હતો. મેક્સિકોના દક્ષિણ પ્રાંત ઓક્સાકામાં મુસાફરોથી ભરેલી બસ ખાડીમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં લગભગ 27 લોકોના મોત થયા છે. જ્યારે 17 લોકો ઘાયલ થયા છે. મહત્વનું છે કે આ અકસ્માતમાં મોટા ભાગના લોકો વિદેશી કે પ્રવાસી હતા, જે અમેરિકાની બોર્ડર પહોચવા માટે મેક્સિકોનો રસ્તો પસંદ કરે છે સમગ્ર મેક્સિકોમાં મોટા ભાગના રસ્તાઓ પહાડ પર બનાવવામાં આવ્યા છે, જેના કારણે બસ પલટવાની ઘટના પણ ઘણી બને છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.