(GNS),07
ફ્રીબીઝ એટલે કે મફતની રેવડીના કેસમાં કડક વલણ દાખવતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર ઉપરાંત જ્યા વિધાનસભાની આગામી ચૂંટણી ટૂંક સમયમાં યોજાનાર છે તેવા મધ્યપ્રદેશ અને રાજસ્થાનને નોટિસ ફટકારી છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને પણ નોટિસ પાઠવીને ફ્રીબીઝ મામલે જવાબ માંગવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોને જવાબ આપવા માટે એક મહિનાનો સમય આપ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતમાં અરજદાર ભટ્ટુલાલ જૈનના વકીલે કહ્યું કે, ચૂંટણી પહેલા સરકાર દ્વારા વચનો, મફત યોજના વગેરેની વહેંચણી કરતાં હોય છે, તેનાથી વધુ ક્રૂર કશુ હોઈ શકે નહીં. આવું દરેક ચૂંટણી સમયે થતું હોય છે અને તેનો બોજ આખરે તો કરદાતાઓ પર જ પડતો હોય છે..
અરજદારના વકીલની દલીલ પર ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, ચૂંટણી પહેલા ઘણા વચનો આપવામાં આવે છે અને તેના પર અમારું કોઈ નિયંત્રણ નથી. અમે તેને અશ્વિની ઉપાધ્યાયની અરજી સાથે સાંકળી લઈશું. પરંતુ તમે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલય વગેરેને પાર્ટી બનાવી દીધી છે. તમારે સરકારને પક્ષકાર બનાવવાની જરૂર છે અને આરબીઆઈ, ઓડિટર જનરલ વગેરેને પણ પક્ષકાર બનાવવાની જરૂર છે. કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ ઉપરાંત સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકારને પણ નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટે જવાબ આપવા માટે તમામને એક મહિનાનો સમય આપ્યો છે. આ ઉપરાંત, ફ્રીબીઝને લગતા આ કેસને અન્ય ફ્રીબીઝને લગતી પેન્ડિંગ અરજી સાથે જોડી દેવાઈ છે..
અરજદારે સુપ્રીમ કોર્ટ સમક્ષ એવુ કહ્યું હતું કે ચૂંટણીના માત્ર 6 મહિના કે કેટલાક ગણતરીના મહિના પહેલા, દ્વિચક્રી વાહન, કોમ્પ્યુટર અને ટેબ જેવી ઘણી મૂલ્યવાન વસ્તુ મફત વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે અને તેને રાજ્ય સરકારો દ્વારા લોક કલ્યાણનું નામ આપવામાં આવે છે. ફ્રીબીઝ પર નારાજગી વ્યક્ત કરતા, અરજદારે કહ્યું કે દર વખતે વિધાનસભા કે લોકસભાની ચૂંટણી પહેલા સરકાર દ્વારા આ પ્રકારની વહેંચણી કરાય છે તેનાથી વધુ ક્રૂર કશુ હોઈ શકે નહીં..
હાલમાં, વિવિધ રાજકીય પક્ષો દ્વારા, લોકોને મફતમાં વિવિધ ચીજવસ્તુ આપવાના વચનો સામે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસ ગયા વર્ષે ઓગસ્ટમાં ત્રણ જજોની બેંચને મોકલી આપ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં પિટિશનના માધ્યમથી આવી રીતે મફત વસ્તુઓ આપવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. તેમજ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં ચૂંટણી દરમિયાન તે ચૂંટણી પછી મફત વસ્તુઓ આપનાર રાજકીય પક્ષોનું રજીસ્ટ્રેશન રદ કરવાની માંગ કરવામાં આવી છે. ફ્રીબીઝ પર પ્રતિબંધ મુકવા સંબંધિત અરજી એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.