Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદ મેટ્રો ફેઝ-ર હેઠળ મોટેરા થી ગાંધીનગર તથા ગીફ્ટ સીટીના ર૦ કિ.મી.ના...

અમદાવાદ મેટ્રો ફેઝ-ર હેઠળ મોટેરા થી ગાંધીનગર તથા ગીફ્ટ સીટીના ર૦ કિ.મી.ના પ્રાયોરીટી સેકશનની કામગીરી ઝડપથી આગળ વધી

38
0

(જી.એન.એસ),તા.૦૬

અમદાવાદ મેટ્રો ફેઝ-ર હેઠળ મોટેરા શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેકટર-૧ તથા ગીફ્ટ સીટીના ર૦ કિ.મી.ના પ્રાયોરીટી સેકશનની કામગીરી ખૂબ જ ઝડપથી આગળ વધી રહેલ છે.

બે મોટા પુલો (સાબરમતી નદી ઉપરનો તથા નર્મદા કેનાલ ઉપરનો) પૈકી ઉપરોકત ફોટો સાબરમતી નદી ઉપરના ર૩ ગાળા (દરેક ૪૮.૮૦ મીટરના) અને કુલ ૧ કિ.મીટર લાંબો પુલ છે જે પૈકી ૧ર ગાળાનું કામ પુર્ણ થયેલ છે, અને ૧૩મા ગાળાનું કામ પ્રગતિમાં છે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા દરેક ગાળાનું સુપર સટ્રકચર વિક્રમી ૬ દિવસમાં પુર્ણ કરવામાં આવી રહેલ છે. જીએમઆરસીના સૂત્રો જણાવે છે કે ટ્રેનના ટ્રાયલ આવતા વર્ષના એપ્રિલ માસમાં શરુ થાય તેવું આયોજન છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશની રાજધાનીમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો – રોકાણકારો સમક્ષ ગુજરાતની પ્રભાવક – પ્રોત્સાહક અને ધબકતી વાઇબ્રન્ટ વિકાસ ગાથાની બે દાયકાની સફળતા વર્ણવી
Next articleદૈનિક રાશિફળ (તા.૦૮-૧૦-૨૦૨૩)