Home ગુજરાત રિઝવાન ગફાર બન્યો કરણ, હિન્દુ છોકરીને ફસાવી દુષ્કર્મ આચર્યું, ધર્મ પરિવર્તન કરાવ્યું

રિઝવાન ગફાર બન્યો કરણ, હિન્દુ છોકરીને ફસાવી દુષ્કર્મ આચર્યું, ધર્મ પરિવર્તન કરાવ્યું

33
0

(GNS),06

સુરતના પાંડેસરા વિસ્તારમાં એક સગીરા સાથે દુષ્કર્મ આચરી જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાયું હોવાનું ખૂલ્યું છે. આ અંગે પાંડેસરા પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ પોતાનું નામ બદલી સગીરાને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપી રિઝવાન ગફારે પોતાનું નામ કરણ રાખી સગીરા ફસાવી હતી. સગીરાને દિલ્હીમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. તેમજ દિલ્હીમાં જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવી માનસિક ત્રાસ આપતો હતો. ત્યારે સમગ્ર ભાંડો ખૂલ્યો છે. સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે..જેમાં પૈસા લઈને વિધર્મીએ એક સગીરાને ફસાવી.

જી હાં, આંચકો લાગે તેવી આ ઘટના બિલકુલ સાચી છે. પૈસાની લાલચમાં વિધર્મીએ એક નહીં અનેક હિંદુ યુવતીઓને ફસાવી. સુરતના પાંડેસરાની પીડિતાને તેના કહેવાતા પ્રેમીની કરતૂતની જાણ થતાં આખો મામલો પ્રકાશમાં આવ્યો..આખી ઘટના વિગતે જોઈએ તો, પોલીસની પકડમાં આવેલા રિઝવાન ગફાર નામના વિધર્મીએ  પહેલા હિંદું સગીરા સાથે મીઠી મીઠી વાતો કરી, તેને પ્રેમજાળમાં ફસાવી..

આ ષડયંત્રને અંજામ આપવા તેણે પોતાનું નામ કરણ રાખી દીધું. દીકરીને ભોળવીને તે દિલ્લી લઈ ગયો અને દુષ્કર્મ આચર્યું. ત્યાં સુધી કે સગીરાનું ધર્મ પરિવર્તન કરાવી દીધું. કિશોરી એ એક વર્ષ બાદ પુત્રી ને જન્મ આપતા વિધર્મી રિઝવાને પોત પ્રકાશ્યું…યુવતી સામે સમગ્ર હકીકત આવતા યુવતી હેબતાઈ ગઈ..વિધર્મી યુવક ના અન્ય હિન્દૂ યુવતી સાથે સબંધ હોવાનું સામે આવ્યું…યુવતીએ યુવકનો પ્રતિકાર કરતા યુવકે યુવતીને ધમકી આપી…

વિધર્મીએ તો ત્યાં સુધી ખુલાસો કર્યો કે, હિંદુ છોકરીઓને ફસાવવાના તેને પૈસા મળતા હતા…એટલું જ નહીં આરોપીના મોબાઈલમાંથી ધર્મ પરિવર્તનને લગતું સાહિત્ય મળી આવ્યું છે. અને સુરતની જેમ જ મુંબઈમાં પણ આરોપીએ યુવતીને ફસાવી હતી. આ કિસ્સો આ વર્ષે જ રિલીઝ થયેલી ફિલ્મ કેરાલા સ્ટોરીની યાદ અપાવી રહ્યો છે. જ્યાં આવી જ રીતે ધર્મ પરિવર્તન કરાવાતું હતું. જરૂર છે આવા ઈસમો સામે પગલાં લેવાની અને તેમને સબક શિખવવાની.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતનાં ક્રિકેટ ખેલાડીઓએ બાંગ્લાદેશ સામે શાનદાર પરફોર્મ કર્યું
Next articleમોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના મોક્ષાર્થે યોજાયેલ મોરારી બાપુની કથામાં સી.આર.પાટીલ પહોંચ્યા