(GNS),05
કરણ જોહર ફરી એકવાર કોફી વિથ કરણ સીઝન 8 સાથે તૈયાર છે. આ વખતે આ ફેમસ ચેટ શો વધુ મસાલેદાર અને રસપ્રદ શૈલીમાં તમારી સમક્ષ આવવાનો છે. નિર્માતા, દિગ્દર્શક, શો એન્કર અને અભિનેતા કરણ જોહર ‘કોફી વિથ કરણ સીઝન 8’ની એકદમ નવી સીઝન સાથે પરત ફરવા માટે તૈયાર છે. કોફી વિથ કરણ એક એવો શો છે જેને લોકો જોવો પસંદ કરે છે. કરણ આ વખતે પણ શો દરમિયાન ઘણા રસપ્રદ રહસ્યો ખોલતો જોવા મળશે. ગત વખતની જેમ આ વખતે પણ શો OTT પર દસ્તક આપી રહ્યો છે..
કરણ જોહરે શોને મજેદાર બનાવવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. તે સ્ટાર્સને વધુ રસપ્રદ રીતે અને કોઈપણ ફિલ્ટર વગર ઉજાગર કરવા જઈ રહ્યો છે. આ શોનો ટીઝર વીડિયો રિલીઝ થઈ ગયો છે, જેમાં કરણ ડબલ રોલમાં જોવા મળી રહ્યો છે અને તે તેના પાછલા શોની મજાક ઉડાવતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ શોમાં તે તેના નજીકના મિત્રો અને સ્ટાર્સને આમંત્રિત કરશે અને તેમના રહસ્યો જાહેર કરશે. તેણે એ વાતની પણ પુષ્ટિ કરી છે કે રેપિડ ફાયરનો વિસ્ફોટક રાઉન્ડ હશે..
તમે આ શો ક્યારે અને ક્યાં જોઈ શકશો.. જે વિષે જણાવીએ, કરણ જોહરની આ નવી સીઝન OTT પ્લેટફોર્મ Disney + Hotstar પર સ્ટ્રીમ થશે. કરણ 26 ઓક્ટોબર 2023ના રોજ કોફી વિથ કરણ સીઝન 8નો પ્રથમ એપિસોડ લાવશે. શોમાં પ્રથમ ગેસ્ટ કોણ હશે તે હજુ એક રહસ્ય છે. પરંતુ એવું માનવામાં આવે છે કે શોના પહેલા ગેસ્ટ રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા હોઈ શકે છે. જો કે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.