Home ગુજરાત ઉત્તર ગુજરાત ગાંધીનગર જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ગાંધીનગરના સેકટર-૧૭ના રહીશ યશપાલસિંહ જાડેજાના પ્રશ્નનું આવ્યું નિરાકરણ

ગાંધીનગર જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ગાંધીનગરના સેકટર-૧૭ના રહીશ યશપાલસિંહ જાડેજાના પ્રશ્નનું આવ્યું નિરાકરણ

30
0

(જી.એન.એસ),તા.૨૯

ગાંધીનગર,

ગુજરાત સરકારનો સ્વાગત કાર્યક્રમ જનફરિયાદ નિવારણનું અસરકારક માધ્યમ બન્યો છે. રાજ્યનો સામાન્ય વ્યક્તિ પણ સમસ્યાઓને મુક્તપણે રજૂ કરીને સ્થળ પર જ જે તે પ્રશ્નનું નિરાકરણ મેળવતો થયો છે. ગાંધીનગર જિલ્લાનો સપ્ટેમ્બર મહિનાનો સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેકટર હિતેષ કોયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. ગાંધીનગરના સેકટર-૧૭માં રહેતા યશપાલસિંહ જાડેજાના ઘરની બાજુમાં મુખ્ય ગટર લાઇનનું સમારકામ થયું ન હોવાથી વારંવાર ગટર ઉભરાતી હતી. ગટર ઉભરાવાને લીધે લોકોનું સ્વાસ્થ્ય ન જોખમાય તે માટે જાગૃત નાગરિક તરીકે યશપાલસિંહ આ પ્રશ્નને જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં લઈ આવ્યા હતા.

તંત્ર દ્વારા તેમના આ પ્રશ્નને ધ્યાને લઈને મુખ્ય ગટર લાઇનની સફાઇ અને સમારકામ કરીને કાયમી ઉકેલ કર્યો હતો. સ્વાગત કાર્યક્રમ થકી પોતાના પ્રશ્નનો સુખદ ઉકેલ આવતા યશપાલસિંહે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સ્વાગત કાર્યક્રમ પ્રજાની વાચા બન્યો છે. સરકારનો આભાર માનતા વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા લાવવામાં આવેલા સ્વાગત કાર્યક્રમમાં સામાન્ય વ્યક્તિ પણ રજૂઆત કરી શકે છે અને તેનો સુખદ ઉકેલ પણ આવે છે. યશપાલસિંહે કલેકટરનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

રાજ્યના સામાન્ય નાગરિકો પોતાની ફરિયાદોની સીધી રજૂઆત કરી શકે તે માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ SWAGAT- સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેક્નોલોજી’ની શરૂઆત કરી હતી. દર મહિનાના ચોથા ગુરૂવારે રાજયકક્ષાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે, જેમાં મુખ્યમંત્રી પોતે જનતાની ફરિયાદો સાંભળે છે, અને તેની સમીક્ષા કરીને તેનું નિરાકરણ લાવે છે. આ ઉપરાંત ગ્રામ કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ મામલતદાર અને જિલ્લા કક્ષાએ કલેકટરની અધ્યક્ષતામાં સ્વાગત કાર્યક્રમ યોજાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅખિલ ભારતીય સિવિલ સર્વિસ રાષ્ટ્રીય કક્ષાની લોન ટેનિસ ટુર્નામેન્ટમાં ગુજરાતના ડોક્ટર મયુર પટેલ ગોલ્ડ અને સિલ્વર તથા હિરલ પટેલ ને ગોલ્ડ મેડલ
Next articleગાંધીનગર જિલ્લા કલેકટર હિતેશ કોયાના અઘ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો