Home ગુજરાત અખિલ ભારતીય સિવિલ સર્વિસ રાષ્ટ્રીય કક્ષાની લોન ટેનિસ ટુર્નામેન્ટમાં ગુજરાતના ડોક્ટર મયુર...

અખિલ ભારતીય સિવિલ સર્વિસ રાષ્ટ્રીય કક્ષાની લોન ટેનિસ ટુર્નામેન્ટમાં ગુજરાતના ડોક્ટર મયુર પટેલ ગોલ્ડ અને સિલ્વર તથા હિરલ પટેલ ને ગોલ્ડ મેડલ

19
0

(જી.એન.એસ),તા.૨૯

રાજસ્થાનના ઉદયપુર ખાતે ૨૩-૦૯-૨૦૨૩ થી ૨૮-૦૯-૨૦૨૩ દરમ્યાન યોજાયેલ અખિલ ભારતીય સિવિલ સર્વિસ લોન ટેનિસ સ્પર્ધા વર્ષ ૨૦૨૩-૨૪ માં ગુજરાત સરકારની ટીમ વતી પ્રતિનિધિત્વ કરનાર ડોક્ટર મયુર પટેલ (આયુર્વેદ મેડિકલ ઓફિસર) વેટરન મેન્સ ડબલ કેટેગરીમાં ગોલ્ડ મેડલ સાથે પ્રથમ સ્થાન તથા વેટરન મેન્સ સિંગલ કેટેગરીમાં સિલ્વર મેડલ સાથે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી ગુજરાત સરકારનું ગૌરવ વધાર્યું છે.આ સાથે આજ ગુજરાત સરકાર ટીમના મહિલા ખેલાડી હિરલબેન પટેલ દ્વારા પણ  વેટરન વુમન્સ સિંગલ સ્પર્ધામાં પ્રથમ સ્થાન સાથે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી સમગ્ર ટીમ સાથે ગુજરાત સરકાર નું અને ગુજરાતીઓનું ગૌરવ વધાર્યું છે.

વેટરન વુમન્સ સિંગલ કેટેગરીમાં ગુજરાતને ઇતિહાસમાં પ્રથમવાર ગોલ્ડ મેડલ મળેલ છે. એજ રીતે વેટરન મેન્સ સિંગલ કેટેગરીમાં ગુજરાતને પ્રથમ વાર સિલ્વર મેડલ મળેલ છે. ઉપરાંત આજ ટીમના ડોક્ટર જયેશ ગોહિલ (પ્રોફેસર હેડ ઓફ ડિપાર્ટમેન્ટ સર્જરી, ધારપુર, પાટણ)  મેન્સ સિંગલ ઓપન કેટેગરીમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ બન્યું ‘જન આંદોલન’
Next articleગાંધીનગર જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ગાંધીનગરના સેકટર-૧૭ના રહીશ યશપાલસિંહ જાડેજાના પ્રશ્નનું આવ્યું નિરાકરણ