Home ગુજરાત અંબાજી મેળાના છઠ્ઠા દિવસે અંબાજી મંદિર પરિસર શ્રદ્ધાળુઓથી ઉભરાયું

અંબાજી મેળાના છઠ્ઠા દિવસે અંબાજી મંદિર પરિસર શ્રદ્ધાળુઓથી ઉભરાયું

16
0

(GNS),28

અંબાજીના ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ છે. આવતીકાલે મેળાનો અંતિમ દિવસ છે, ત્યારે અંબાજી મંદિરમાં હૈયે હૈયુ દળાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. પાંચ દિવસમાં ત્રીસ લાખ શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચ્યા હતા. અંબાજીમાં યાત્રિકોનું મોટું માનવ મહેરામણ જોવા મળ્યું છે. આટલી સંખ્યામાં પગપાળા પહોંચી ભરાતો મેળો કોઈ સ્થળે નથી. ત્યારે અંદાજે 40 લાખ જેટલા પદયાત્રીઓ સાત દિવસમાં પહોંચે છે. આજે છઠ્ઠા દિવસે ગબ્બર ગોખના દર્શને ભક્તોની ભીડ જોવા મળી રહી છે. તો ફરજ બજાવતા પોલીસ કર્મીઓ સહિત પોલીસ અધિકારીઓ ભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા છે. પોલીસ અધિકારી પણ ફરજ સ્થળે ભાવુક બનેલા જોવા મળ્યા. ગબ્બર ગોખના દર્શને આવતા ભક્તોની ભીડને ભાવુકતા સાથે આગળ વધારતા જોવા મળ્યા. સાથે જ અંબાજીમાં ભક્તોને મોજ કરાવતી ગુજરાત પોલીસની માનવતા જોવા મળી. અંબાજીમાં ભારે ભીડની વચ્ચે કોઈ ભક્તને ધક્કો માર્યા વગર માતાજીના દર્શન કરાવતા ગુજરાત પોલીસના જવાનો જોવા મળ્યાં. અંબાજી મેળાના છઠ્ઠા દિવસે અંબાજી મંદિર પરિસર શ્રદ્ધાળુઓથી ઉભરાયું છે. મંદિર પરિસરમાં 451 ફૂટની ધજાએ આકર્ષણ જમાવ્યું હતું. પાલનપુરના જય અંબે મિત્ર મંડળ દ્વારા સૌ પ્રથમ વખત પદયાત્રા યોજી હતી. 451 ફૂટની લાંબી રજા મંદિરના શિખર માટે લઈ અંબાજી પહોંચ્યા હતા.

મંદિર પરિસરમાં 451 ફૂટની લાંબી ધજા ચાર ચાર ચોકમાં ખોલવામાં આવી હતી. લાખો શ્રદ્ધાળુએ 451 ફૂટની ધજાના દર્શન કર્યા હતા. આવતીકાલે ભાદરવી પૂનમ હોઈ યાત્રાધામ શામળાજી મંદિરના દર્શન સમયમાં ફેરફાર કરાયો છે. આવતીકાલે ભાદરવી પૂર્ણિમાં નિમિત્તે શામળાજી મંદિરમાં દર્શનનો સમય બદલાયો છે. મંદિર વહેલી સવારે એક કલાક વહેલું ખુલશે. આવતીકાલે પૂનમ હોઈ હજારો ભક્તો ચાલતા આવી શામળિયાના દર્શન કરશે. આજે રાજકોટનો રજવાડી પગપાળા સંઘ પણ અંબાજી પહોંચ્યો હતો. 425 કિલોમીટરની પદયાત્રા કરી બારમા દિવસે સંઘ અંબાજી પહોંચ્યો હતો. આ સંઘમાં 50 મહિલાઓ અને 50 પુરુષો જોડાયા હતા. આ સંઘ રસ્તામાં પણ તલવાર બાજી સાથે લાકડીના કરતબ કરી ચાલતા પદયાત્રીઓ માટે આકર્ષણ સાથે એક પ્રકારનું મનોરંજન પૂરું પાડ્યું હતું. તેમની ગરબાની રમઝટ પણ આકર્ષણ બની હતી. આ સંઘ દ્વારા આજે અંબાજી મંદિરમાં ધજા ચઢાવવામાં આવી હતી. વિશેષ પ્રકારની ગરબી પણ સાથે જોડવામાં આવી હતી. આ સંઘનું રસ્તામાં ઠેર ઠેર સ્વાગત કરાયું હતું. હાલ પૂનમ નજીક હોય રોજ સાંજે અંબાજી મંદિરમાં ગરબાની રમઝટ જોવા મળે છે. સાંજે ચાચરચોક ગરબાથી ગુંજી ઉઠે છે. પગપાળા આવતા યાત્રિકોએ ચાચરચોકમાં ગરબાની રમઝટ કરી હતી. અનેક શ્રદ્ધાળુઓ પોતાની બાધા પુરી કરવા માથે ગરબી લઇ અંબાજી પહોંચી રહ્યાં છે. દર વર્ષે ગરબીમાં વધારો થઈ રહ્યો છે. માતાજીનું ચાચરચોક લાલ લાલ ધજા પતાકાઓથી રંગાયું છે. વર્ષોથી પગપાળા અંબાજી મંદિરે ચાલીને પહોંચવાની પ્રથા આજે પણ યથાવત છે. પદયાત્રીઓને રસ્તામાં વરસાદ અને તડકાનો સામનો કરવો પડ્યો, છતાં યાત્રિકો હેમખેમ અંબાજી પહોંચી રહ્યાં છે. અનેક મુસીબતો માટે આસ્થાનો વિજય થયો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઓખા નજીક દરિયામાંથી એક શંકાસ્પદ ઈરાની બોટ ઝડપાઈ
Next articleતાત્કાલિક અમીર થવા માટે બેન્ક મેનેજરે ગુન્હાનો રસ્તો અપનાવ્યો