Home રમત-ગમત Sports ત્રીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાનો 66 રને વિજય, ભારતે 2-1થી શ્રેણી જીતી

ત્રીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાનો 66 રને વિજય, ભારતે 2-1થી શ્રેણી જીતી

52
0

(GNS),28

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાએ ત્રીજી વન-ડેમાં ભારત સામે 66 રને ઔપચારિક વિજય મેળવીને વ્હાઈટવોશ ટાળ્યો હતો. ભારતે અગાઉ મોહાલી અને ઈન્દોરની વન-ડેમાં વિજય મેળવ્યો હોવાથી ત્રણ વન-ડેની શ્રેણી 2-1થી જીતી લીધી હતી. ઓસી. સામે શ્રેણીની અંતિમ વન-ડેમાં ભારતના મધ્યક્રમના બેટ્સમેનોનો ફ્લોપ શો જોવા મળ્યો હતો. મેન ઓફ ધ મેચ ગ્લેન મેક્સવેલે ચાર વિકેટ ઝડપીને ભારતને બેકફૂટ પર ધકેલી દીધું હતું. ઓસ્ટ્રેલિયાના 353 રનના ટારગેટનો પીછો કરતા ભારતીય ટીમ 49.4 ઓવરમાં 286 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ અગાઉ વન-ડેમાં જીત નોંધાવી હતી. ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ઓસી.ના ચાર બેટ્સમેન વોર્નર (56), માર્શ (96), સ્મિથ (74) અને લાબુશેને (72) અડધી સદી ફટકારીને વિશાળ સ્કોરનો પાયો નાંખ્યો હતો. રાજકોટની સપાટ પિચ બેટ્સમેન માટે સ્વર્ગસમાન સાબિત થઈ હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વન-ડેમાં રનના ઢગલા થયા હતા. બંને ટીમે મળીને કુલ 638 રન ખડક્યા હતા. ઓસ્ટ્રેલિયાના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમમાં નિયમિત ઓપનર શુભમન ગિલને આરામ આપવામાં આવ્યો હતો અને તેના સ્થાને વોશિંગ્ટન સુંદરને આશ્ચર્યજનક રીતે ઓપનિંગની કમાન સોંપાઈ હતી.

કેપ્ટન રોહિત શર્માએ 57 બોલમાં 81 રન ફટકારતા સુંદર (18) સાથે પ્રથમ વિકેટ માટે 74 રન કરીને હકારાત્કમ શરૂઆત અપાવી હતી. ભારતે બે વિકેટે 171 રન કરીને મેચમાં પકડ બનાવી રાખી હતી પરંતુ મધ્યક્રમમાં રાહુલ (26) અને સૂર્યકુમાર (8) મોટી ઈનિંગ્સ રમી શક્યા નહતા. કોહલીએ 56 રનની ઈનિંગ્સ રમી હતી પરંતુ તે ટીમને જીતાડવા માટે પુરતી નહતી. જાડેજાએ 35 રન નોંધાવ્યા હતા પરંતુ સામે છેડે વિકેટ પડતાં ભારત પર દબાણ આવ્યું હતું. ગ્લેન મેક્સવેલે 40 રનમાં ચાર વિકેટ ઝડપી હતી. હેઝલવુડે બે વિકેટ તેમજ સ્ટાર્ક, કમિન્સ, ગ્રીન અને સાંઘાએ એક-એક વિકેટ ઝડપતા ઓસી.ના તમામ બોલર્સ વિકેટ મેળવવામાં સફળ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયાના ટોચના ચાર બેટ્સમેનોએ અડધી સદી ફટકારીને ભારત સામે મજબૂત સ્કોર ઉભો કર્યો હતો. મિચેલ માર્શે સર્ધાવિક 96 રન ફટકાર્યા હતા જેમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થયો હતો. વોર્નરની (56) ફિફ્ટી સાથે ઓસી.એ પ્રથમ વિકેટ માટે 78 રનની ભાગીદારી નોંધાવી હતી. ત્યારબાદ સ્ટીવ સ્મિથે પણ ભારતીય બોલર્સની ધોલાઈ ચાલુ રાખતા 61 બોલમાં 74 રન કર્યા હતા. બીજી વિકેટ માટે તેની અને માર્શ વચ્ચે 137 રનની મહત્વપૂર્ણ પાર્ટનરશિપ થઈ હતી. ભારતના ઝડપી બોલર જસપ્રિત બુમરાહે લાબુશેન (72) સહિત ત્રણ વિકેટ ઝડપી હતી. સ્પિનર કુલદીપે બે તેમજ સિરાઝ અને પ્રસિદ્ધે એક-એક સફળતા અપાવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field