Home દુનિયા - WORLD એશિયન ગેમ્સમાં ભારતે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો

એશિયન ગેમ્સમાં ભારતે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો

41
0

(GNS),25

એશિયન ગેમ્સમાં બીજા દિવસે ભારતની શરૂઆત શાનદાર રહી હતી. ભારતે તેનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. પુરુષોની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, રુદ્રાંક્ષ પાટીલ અને દિવ્યાંશ પંવારની ત્રિપુટીએ આ ગોલ્ડ જીત્યો, તો રોઈંગમાં પણ ભારતે બે બ્રોન્ઝ મેડલ જીત્યા. જ્યારે ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમરે બ્રોન્ઝ જીત્યો હતો. ભારતે અત્યાર સુધીમાં 9 મેડલ જીત્યા છે. પહેલો મેડલ શૂટિંગમાં આવ્યો હતો – જ્યારે મેહુલી ઘોષ, આશી ચૌકસી અને રમિતાએ મહિલાઓની 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં સિલ્વર જીત્યો હતો. ત્યારબાદ રોઈંગમાં પણ ભારતે બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બાદમાં રમિતા જિંદાલે મહિલાઓની 10 મીટર એર રાઈફલમાં ભારત માટે બ્રોન્ઝ જીત્યો હતો. ચીનના હાંગઝોઉમાં સોમવારે પુરુષોની ટીમે 10 મીટર એર રાઈફલમાં ભારત માટે પહેલો ગોલ્ડ જીત્યો હતો. તે જ સમયે ભારતે મેન્સ પેર-4 અને રોઇંગમાં મેન્સ ક્વાડ્રપલ સ્કલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સિવાય તેણે 10 મીટર એર રાઈફલમાં પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ભારત પાસે હવે આ ગેમ્સમાં 9 મેડલ છે. હવે ભારત પાસે શૂટિંગમાં એક ગોલ્ડ સહિત 4 મેડલ છે.

પ્રથમ દિવસે, 10 મીટર એર રાઇફલ મહિલા ટીમે સિલ્વર મેડલ જીત્યો અને રમિતાએ 10 મીટર એર રાઇફલ વ્યક્તિગતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. સોમવારે દિવ્યાંશ સિંહ, ઐશ્વર્ય પ્રતાપ સિંહ અને રુદ્રાંક્ષ પાટીલની ત્રિપુટીએ 10 મીટર એર રાઈફલમાં ગોલ્ડ જીત્યો હતો. ઐશ્વર્ય પ્રતાપ સિંહે 10 મીટર એર રાઈફલ વ્યક્તિગતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 19મી એશિયન ગેમ્સમાં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો છે. ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, રુદ્રાંશ પાટીલ અને દિવ્યાંશ પંવારની ત્રિપુટીએ પુરુષોની 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં આ ગોલ્ડ જીત્યો હતો. ત્રણેય ખેલાડીઓએ વ્યક્તિગત ક્વોલિફિકેશન રાઉન્ડમાં કુલ 1893.7 પોઈન્ટ મેળવ્યા હતા. આ સાથે આ ત્રણેયે બાકુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચીન દ્વારા બનાવેલા વર્લ્ડ રેકોર્ડને પાછળ છોડી દીધો છે.

ભારતે એક ગોલ્ડ, ત્રણ સિલ્વર અને પાંચ બ્રોન્ઝ જીત્યા હતા
મેહુલી ઘોષ, આશી ચોકસે અને રમિતા જિંદાલ – 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટિંગ): સિલ્વર –
અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહ, પુરુષોની લાઇટવેઇટ ડબલ સ્કલ્સ (રોઇંગ): સિલ્વર –
બાબુ લાલ અને લેખ રામ, મેન્સ કોક્સલેસ ડબલ્સ – (રોઇંગ): બ્રોન્ઝ –
મેન્સ કોક્સેડ 8 ટીમ – (રોઇંગ): સિલ્વર –
ઐશ્વર્ય તોમર, રૂદ્રાંક્ષ પાટીલ અને દિવ્યાંશ પંવાર, 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટીંગ): ગોલ્ડ –
આશિષ, ભીમ સિંહ, જસવિન્દર સિંહ અને પુનીત કુમાર – મેન્સ કોક્સલેસ 4 (રોઇંગ): બ્રોન્ઝ –
પરમિન્દર સિંઘ, સતનામ સિંઘ, જાકર ખાન અને સુખમીત સિંહ – મેન્સ ક્વાડ્રુપલ સ્કલ્સ (રોઇંગ): બ્રોન્ઝ

ઐશ્વર્ય તોમર, રૂદ્રાંક્ષ પાટીલ અને દિવ્યાંશ પંવાર, 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટીંગ): ગોલ્ડ –
રમિતા જિંદલ – મહિલા 10 મીટર એર રાઈફલ (શૂટિંગ): બ્રોન્ઝ –
અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહ, પુરુષોની લાઇટવેઇટ ડબલ સ્કલ્સ (રોઇંગ): સિલ્વર –
મેન્સ કોક્સેડ 8 ટીમ – (રોઇંગ): સિલ્વર –
મેહુલી ઘોષ, આશી ચોકસે અને રમિતા જિંદાલ – 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટિંગ): સિલ્વર –

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુહમ્મદ આસિફે નિવેદન પર બાબર આઝમના પિતાની પ્રતિક્રિયા પણ સામે આવી
Next articleનિફ્ટી ફયુચર ૧૯૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!