Home દુનિયા - WORLD ખાલિસ્તાની આતંકવાદી નિજ્જર વિષે જાણો કે જેના પર હતું લાખોનું ઈનામ

ખાલિસ્તાની આતંકવાદી નિજ્જર વિષે જાણો કે જેના પર હતું લાખોનું ઈનામ

22
0

(GNS),19

કેનેડા ઝડપથી ખાલિસ્તાની આતંકવાદીઓ અને ગુંડાઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની રહ્યું છે. આ ખાલિસ્તાની આતંકવાદીઓ અને ગુંડાઓ ભારતમાં હત્યા અને ખંડણી જેવી અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ છે. આમાંથી એક નામ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરનું છે, જેને આ વર્ષે જૂનમાં બ્રિટિશ કોલંબિયામાં બાઇક સવારોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. નિજ્જર હત્યા કેસમાં કેનેડાએ એક ભારતીય રાજદ્વારીને હટાવી દેવામાં આવ્યા છે. NIAએ તેના માથા પર 10 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું… જે વિષે જણાવીએ, મોટી વાત એ છે કે ગયા વર્ષે ભારતની નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ નિજ્જરને આતંકવાદી જાહેર કરીને તેના માથા પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું, જ્યારે 2020માં સુરક્ષા એજન્સીએ તેને આતંકવાદી જાહેર કર્યો હતો. 45 વર્ષીય ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર 1997માં પંજાબના જલંધરના પુરા ગામમાંથી કેનેડા પહોંચ્યો હતો. આ પછી તેણે ખાલિસ્તાની સમર્થકો સાથે મળીને ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું શરૂ કર્યું. નિજ્જર ગુરુ નાનક શીખ ગુરુદ્વારાના પ્રમુખ પણ હતો.

હિન્દુ પૂજારીની હત્યાની ઘટના કે.. જેના વિષે જણાવીએ, પ્રતિબંધિત ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)ના વડા નિજ્જર ન્યૂયોર્ક સ્થિત શીખ ફોર જસ્ટિસના નેતા ગુરપતવંત સિંહ પન્નુન સાથે કેનેડામાં ખાલિસ્તાન તરફી લોકમતના મુખ્ય નેતા પણ હતા. કેનેડામાં રહેતા નિજ્જર સક્રિયપણે સક્રિય હતો. ઘણા વર્ષોથી ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં ભાગ લેતો હતો.નિજ્જર પર વર્ષ 2021માં પંજાબના જલંધરમાં ટાર્ગેટ કિલિંગ કરવાનો આરોપ હતો. આ ટાર્ગેટમાં એક હિન્દુ પૂજારીનું મોત થયું હતું. નિજ્જરના ઈશારે ખાલિસ્તાન ટાઈગર ફોર્સ દ્વારા પૂજારીની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. નિજ્જરની હત્યાના કારણો શું છે?.. જે વિષે જણાવીએ, નિજ્જરે હત્યાના થોડા દિવસ પહેલા મીડિયાને કહ્યું હતું કે કેનેડિયન સિક્યોરિટી ઈન્ટેલિજન્સ સર્વિસ (CSIS)એ મને કહ્યું હતું કે મારા જીવને જોખમ છે. નિજ્જરની હત્યા સોપારી આપી હત્યા કરી હોવાનું પણ બહાર આવ્યું હતું. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું હતું કે નિજ્જરની હત્યા જૂન 1985માં એર ઈન્ડિયા બોમ્બ બ્લાસ્ટના આરોપી રિપુદમન સિંહ મલિકની હત્યાનો બદલો હતો. મલિકની સરેની ઓફિસની બહાર બે બંદૂકધારીઓએ હત્યા કરી હતી. નિજ્જરનો મલિક સાથે સરેમાં પવિત્ર શીખ ધર્મગ્રંથના પ્રિન્ટિંગને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આ સિવાય મલિકે ભારતમાં નરેન્દ્ર મોદી સરકારના વખાણ કરતાં ખાલિસ્તાન તરફી નેતાઓ પણ નારાજ થયા હતા. કેટલાક ખાલિસ્તાન તરફી સંગઠનોનો આરોપ છે કે નિજ્જરને ભારતીય એજન્સીઓએ માર્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field