Home દુનિયા - WORLD પાકે. બદલ્યું નિવેદન: સર્જિકલ સ્ટ્રાઈક નહીં, સીમા પારથી ભારતનું ફાયરિંગ

પાકે. બદલ્યું નિવેદન: સર્જિકલ સ્ટ્રાઈક નહીં, સીમા પારથી ભારતનું ફાયરિંગ

435
0

(S.yuLk.yuMk)ઇસ્લામાબાદ,íkk.27
ભારતે પાકિસ્તાનના કબજા વાળા કાશ્મીરમાં ઘુસીને પાકિસ્તાની સૈનિકોને માર્યા હોવાનું નિવેદન પાકિસ્તાન સરકારે 24 કલાકમાં જ ફેરવી તોળ્યું છે. પાકિસ્તાનની ઈન્ટર સર્વિસ પબ્લિક રિલેશન (ISPR) હવે બુધવારે કહી રહી છે કે, સીમા પારથી ભારત દ્વારા કરવામાં આવેલા ફાયરિંગથી તેમના ત્રણ સૈનિકોના મોત થયા છે અને એક સૈનિક ઘાયલ થયો છે. તે માટે ભારતે LoC ક્રોસ કરી નહતી. ISPRએ આ પહેલાં મંગળવારે ભારતે એલઓસી ક્રોસ કરી હોવાની વાત સ્વીકારી હતી. નોંધનીય છે કે, શનિવારે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા સિઝફાયર વાયોલન્સનો બદલો લેવા માટે ઈન્ડિયન આર્મીએ એલઓસી ક્રોસ કરીને 3 પાકિસ્તાની સૈનિકોને મારી દીધા હતા.
આજે પાકિસ્તાન તરફથી ફરી જમ્મુ-કાશ્મીરના રાજૌરીના નૌશેરા સેક્ટરમાં ફરી સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જોકે તેમાં હજુ કોઈ જાનહાનીની માહિતી મળી નથી.
ભારતીય સેનાએ પાકિસ્તાન સામે આ પ્રમાણે કરી સર્જિકલ સ્ટ્રાઈક-2 આર્મી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ‘ઘાતક કમાન્ડોઝના’ નાના ગ્રૂપ જમ્મુ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં સોમવારે સાંજે દાખલ થયા હતા. તેમાં 5 કમાન્ડોઝ હતા. તેમણે પાકિસ્તાનની 59 બલૂચ રેજિમેન્ટમાં ત્રણ સૈનિકોને માર્યા હતા. પાકિસ્તાનનો એક સૈનિક ઘાયલ પણ થયો હતો. ભારતીય સેનાએ તેમની એક પોસ્ટ પણ તોડી પાડી હતી. રાજૌરી જિલ્લા અને પુંછમાં રવિવારે ભારતીય જવાનોને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહેલા બે પાકિસ્તાની સૈનિકોને પણ ભારતીય સેનાએ ઠાર માર્યા હતા. આ જ રીતે છેલ્લા બે દિવસોમાં માર્યા ગયેલા પાકિસ્તાની સૈનિકોની સંખ્યા પાંચ થઈ ગઈ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકાશ્મીરમાં આ વર્ષે ૧૧૭ યુવક આતંકી સંગઠનમાં જોડાયા
Next article50 વર્ષ જુનું ચર્ચ બન્યું સ્વામિનારાયણ મંદિર