(GNS),19
સંસદના વિશેષ સત્ર દરમિયાન મોદી કેબિનેટે મહત્વનો નિર્ણય લીધો છે. 50 ટકા વસ્તીને આશ્ચર્ય આપતા સરકારે સત્રમાં મહિલા અનામત બિલ લાવવાનો નિર્ણય કર્યો છે. આ બિલને સોમવારે કેબિનેટની મંજૂરી મળી હતી. મહિલા અનામત બિલ અત્યાર સુધીમાં 6 વખત સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે. આ બિલ સૌપ્રથમ 1996માં દેવેગૌડા સરકારે રજૂ કર્યું હતું. વાજપેયી સરકાર આ બિલ 4 વખત લાવી હતી.2008માં યુપીએ સરકારે મહિલા અનામત બિલ રજૂ કર્યું હતું. 2010માં આ બિલ રાજ્યસભામાં પસાર થયું હતું, પરંતુ લોકસભામાં અટકી ગયું હતું. જો કે આ વખતે કોંગ્રેસ સહીત તમામ મોટી પાર્ટીઓ તેને સમર્થન આપી રહી હોવાથી આસાનીથી પાસ થવાની આશા છે. ટીએમસી, આમ આદમી પાર્ટી, ડીએમકે અને અન્ય પક્ષો બિલના સમર્થનમાં છે. પહેલા જેડીયુ તેનો વિરોધ કરતી હતી, પરંતુ આ વખતે તે પણ સમર્થનમાં આવી ગઈ છે. સમાજવાદી પાર્ટી મહિલા અનામતનો વિરોધ કરતી રહી છે, પરંતુ આ વખતે તેણે કેટલીક શરતો સાથે તેનું સમર્થન કર્યું છે.
આ એક એવું બિલ છે જે લાંબા સમયથી સંસદમાં પસાર થવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું હતું. જ્યારે આ બિલ તેના પ્રારંભિક તબક્કામાં હતું, ત્યારે તેને તોડી પાડવામાં આવ્યું હતું. 1998ની વાત છે. આ કૃત્ય તત્કાલિન નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની સરકારમાં આરજેડી સાંસદ સુરેન્દ્ર યાદવે કર્યું હતું. સંસદના ઈતિહાસમાં આ એક ડાઘ માનવામાં આવે છે. જ્યારે પણ સંસદમાં અભદ્ર દ્રશ્યોની ચર્ચા થાય છે ત્યારે તેમની એ હરકતોની ચર્ચા ચોક્કસ થાય છે. આ પછી સુરેન્દ્ર યાદવે ઘણી વખત સાંસદ બનવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ ફરી સાંસદના બની શક્યા અને ફરી ક્યારેય લોકસભામાં ન પહોંચી શક્યા.
સુરેન્દ્ર યાદવ આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના નજીકના માનવામાં આવે છે. તેઓ હજુ પણ રાજકારણમાં સક્રિય છે અને નીતિશ સરકારમાં મંત્રી છે. સુરેન્દ્ર યાદવે કહ્યું હતું કે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર તેમના સપનામાં આવ્યા હતા અને તેમને કહ્યું હતું કે બંધારણ ખતરામાં છે. અને તેના કારણે તેણે અડવાણી પાસેથી બિલ છીનવી લીધું અને ફાડી નાખ્યું હતુ. સુરેન્દ્ર યાદવની છબી એક શક્તિશાળી નેતા તરીકેની રહી છે. હવે સવાલ એ છે કે આ બિલના અમલ પછી શું બદલાશે. જો 2024ની લોકસભા ચૂંટણીમાં આનો અમલ કરવામાં આવે તો સંસદમાં મહિલા સાંસદોની સંપૂર્ણ સંખ્યા બદલાઈ જશે. હાલમાં લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા 78 છે. જો મહિલા અનામત બિલ પસાર થશે તો મહિલા સાંસદોની સંખ્યા ઓછામાં ઓછી 33 ટકા થશે એટલે કે મહિલા સાંસદોની સંખ્યા વધીને 179 થઈ જશે.
વાસ્તવમાં મહિલા મતદારો ભાજપની તાકાત છે. 2014માં 29 ટકા મહિલાઓએ ભાજપને મત આપ્યો હતો જે 2019ની ચૂંટણીમાં વધીને 36 ટકા થયો હતો. એટલે કે 2014 થી 2019 સુધીમાં ભાજપને મત આપનાર મહિલા મતદારોની સંખ્યામાં 7 ટકાનો વધારો થયો છે. આ ચૂંટણીના આંકડા દર્શાવે છે કે મહિલાઓ ભાજપની મુખ્ય મતદાતા તરીકે ઉભરી આવી છે. આઝાદી પહેલા પ્રથમ વખત સરોજિની નાયડુએ મહિલા આરક્ષણનો વિચાર આગળ ધપાવ્યો હતો. તે સમયે મહિલાઓ આઝાદીની ચળવળમાં સક્રિયપણે ભાગ લેતી હતી. 1931માં સરોજિની નાયડુએ બ્રિટિશ પીએમને એક પત્ર લખ્યો હતો. પત્રમાં મહિલાઓને રાજકીય અધિકાર આપવાની વાત કરવામાં આવી હતી. સરોજિની નાયડુ મહિલાઓને નોમિનેટ કરવાની વિરુદ્ધ હતા. તેમનું માનવું હતું કે મહિલાઓનું નામાંકન તેમનું અપમાન છે. તે ઈચ્છતી હતી કે મહિલાઓ લોકશાહી ઢબે ચૂંટાય. આ પછી જ મહિલા અનામતની વાત શરૂ થઈ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.