(જી.એન.એસ.) ગાંધીનગર, તા.30
ગુજરાત વિધાનસભાની 2017 ની ચૂંટણીઓ માં માત્ર નજીવા મત બોટાદ થી જીત મેળવનાર સૌરભભાઈ પટેલે આજે અચાનક જ પોતાના ખાતા નો ચાર્જ સંભાળી દીધો છે…
અંગત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કે મંત્રી મંડળ ની શપથ વિધિ બાદ 1લી જાન્યુઆરી એ જ પોતે ઓફીસ નો ચાર્જ લઇ કામગીરી નો પ્રારંભ કરશે.. તેવું તેમણે પોતાના નિકટી વર્તુળો ને જણાવ્યું હતું.. પરંતુ વર્તમાન સ્થિતિ એ જીવ જઈએ તો હાલ ખાતા ફાળવણી બાદ નીતિન ભાઈ પટેલ નારાજ થઈ ગયા છે.. અને તેઓ ઓફીસ માં પણ આવતા નથી..એટલે નિતન ભાઈ એ બગાવત નો સુર ઉપાડતા નાણાં અને શહેરી વિકાસ વિભાગ જેવા મહત્વ ના ખાતા પરત મેળવવા નીતિન ભાઈ એ કરેલા પ્રયત્નો ને લઈને સૌરભભાઈ એ આજે અચાનક જ ખાતા નો ચાર્જ સંભાળી લીધો છે..
મનાઈ રહ્યું છે કે ભાજપ મોવડી મંડળ આ કોકડું ઉકેલવા નીતિન ભાઈ ની શરતો સામે ઝુકી જય તો સંભવતઃ નાણાં વિભાગ નીતિન ભાઈ ને પરત કરવા પડે તો?? તે પહેલાં જ સૌરભભાઈ એ પોતાને મનગમતા નાણાં ખાતા નો ચાર્જ આજે લઈને અધિકારીઓ સાથે મિટિંગ કરવાની શરૂઆત કરી દીધી છે.. અને રાજ્યમાં નાણાંકીય સ્થિતિ, જીએસટી ના અમલી કરણ બાદ ગુજરાત ની વર્તમાન સ્થિતિ નો તાગ મેળવી રહ છે….
આમ સૌરભભાઈ સોગંદ વિધિ બાદ 1 જાન્યુઆરી એ ઓફિસ અને તેમને ફળવાયેલ વિભાગ નો ચાર્જ લેવા ના હતા.. પરંતુ વિભાગો ની ફાળવણી વેળા એજ રાજકીય સ્થિતિ માં બદલાવ આવતા સૌરભભાઈ એ આજેજ ચાર્જ લઈ લેવામાં શાણપણ છે.. તેમ સમજી આજથી જ પોતાના કામ ની શરૂઆત કરી દીધી છે…
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.