Home દેશ - NATIONAL ભારત પર મોટો હુમલો કરવાની ફિરાકમાં છે પાકિસ્તાની સેના

ભારત પર મોટો હુમલો કરવાની ફિરાકમાં છે પાકિસ્તાની સેના

369
0

(S.yuLk.yuMk)LÞw rËÕne,íkk.27
શનિવારે પાકિસ્તાની સેનાના ગોળીબારમાં ભારતીય સેનાના મેજર સહિત ચાર જવાનો શહીદ થયા હતા અને ત્યાર બાદ ભારતીય સેનાએ વળતી કાર્યવાહી કરીને રાવલકોટ સેકટરમાં એલઓસીની અંદર ઘૂસી જઇને પાક.ના ત્રણ સૈનિકોને ઠાર મારતાં હવે બંને દેશની સેનાઓ વચ્ચે તંગદિલી વધી રહી છે. પાક. સેનાએ સરહદની પેલે પાર પોતાની ગતિવિધિ વધારી દીધી છે અને હવે સરહદ પર વધુ સૈનિક તહેનાત કરી રહી છે. આ ઉપરાંત સરહદની પેલે પાર ભારે શસ્ત્રોનો પણ જંગી ખડકલો કરવામાં આવી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાની સેનાએ શાહપુર, કિરની, બાલાકોટ, તરકુંડી, હમીરપુર, બલનોઇ, લામ, જંગડ, ભવાની, કલાલ વગેરે સેકટરોમાં મંગળવારે બપોર બાદ પોતાની હિલચાલ અને ગતિવિધિઓ તેજ કરી દીધી છે. પાકિસ્તાની સેનાના ઉચ્ચ અધિકારીઓ સતત સરહદનો પ્રવાસ કરી રહ્યા છે અને જવાનોને જરૂરી આદેશો આપી રહ્યા છે. સરહદ પાર સેનાના વાહનોની સતત સરહદની નજીક અવરજવર ચાલુ છે. એટલું જ નહીં પાકિસ્તાની સેના સરહદ પર ઘાતક અને ભારે શસ્ત્રોનો ખડકલો કરવામાં લાગી ગઇ છે.
જે રીતે પાક. સેનાની પ્રવૃત્તિઓ સરહદની પેલે પાર વધી રહી છે તેના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાની સેના કોઇ મોટી યોજના કે હુમલાને અંજામ આપવાની ફિરાકમાં છે. અહેવાલો અનુસાર ભારતીય સેનાએ પણ પાકિસ્તાનના કોઇ પણ હુમલા સામે સતર્ક રહેવા અને સરહદ પર બાજ નજર રાખવા આદેશ જારી કર્યા છે.
ભારતીય સેનાના ટોચના અધિકારીઓ પણ કાશ્મીર સરહદની મુલાકાત લઇ રહ્યા છે અને સરહદ પરની સ્થિતિનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. ભારતે એલઓસી પર જે પોતાની રણનીતિ બદલી છે તેનાથી પાકિસ્તાન હવે ચોંકી ગયું છે. ભારતના વ્યૂહાત્મક હુમલાથી પાકિસ્તાન રીતસરનું ડઘાઇ ગયું છે. ભારતીય સેનાએ ૪૮ કલાકની અંદર જ શહાદતનો બદલો લઇને પાકિસ્તાનને જે ટ્રેલર બતાવ્યું છે તેનાથી પાકિસ્તાન હવે સતર્ક બની ગયું છે અને તે પણ ભારત પર કોઇ મોટો હુમલો કરવાની ફિરાકમાં હોય તેવી તૈયારીઓ શરૂ કરી દીધી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાકિસ્તાન પોતાની નીચતા માટે જાણીતું છે’: કિરણ રિજિજુ
Next articleનાણાંખાતુ છીનવાઇ જવાના ડરે સૌરભ પટેલે ઉતાવળે ચાર્જ લઇ લીધો…..!!