(S.yuLk.yuMk)LÞw rËÕne,íkk.27
કેન્દ્રીય રાજ્યકક્ષાના ગૃહપ્રધાન કિરણ રિજિજુએ એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન પોતાની નીચતા માટે જાણીતું છે. સાથે જ કિરણ રિજિજુએ કુલભૂષણના કેસમાં આંતરરાષ્ટ્રીય અદાલતમાં ભારતની જીત થવાની આશા વ્યક્ત કરી હતી. કિરણ રિજિજુએ જણાવ્યું હતું કે મને વિશ્વાસ છે કે સમગ્ર દુનિયા પાકિસ્તાનના આ સ્વરૂપને જોઈ રહી હશે અને આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ પાકિસ્તાનની આ પ્રકારની નાપાક હરકતો અને પ્રવૃત્તિઓ હવે ઉઘાડી પડી ગઈ છે. કુલભૂષણ જાધવના કેસમાં ભારતની જીત થશે અને પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે કુલભૂષણ જાધવ સાથેની મુલાકાત દરમિયાન તેમનાં માતા અને પત્ની સાથે જે રીતનો વ્યવહાર કરવામાં આવ્યો હતો તેની સામે ભારતે ઉગ્ર વિરોધ દાખવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવકતાએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે સમગ્ર માહોલ ડરામણો હતો. કુલભૂષણ જાધવનાં માતા અને પત્નીનાં કપડાં પણ ચેન્જ કરાવવામાં આવ્યાં હતાં. એટલું જ નહીં તેમનાં ઘરેણાં-મંગળસૂત્ર અને ચાંદલા પણ ઊતરાવી લેવામાં આવ્યાં હતાં. જાધવનાં પત્નીનાં જૂતાં પણ પાકિસ્તાને પરત કર્યાં ન હતાં. ભારતના વિરોધના જવાબમાં પાકિસ્તાન વિદેશ મંત્રાલય તરફથી એવું નિવેદન જારી કરવામાં આવ્યું છે કે જાધવની પત્નીનાં જૂતાં સુરક્ષાનાં કારણસર જપ્ત કરવામાં આવ્યાં છે,
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.