Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદ માંથી સસ્તુ સોનુ આપવાના નામે ઠગાઈ આચરતી ટોળકીના બે આરોપી ઝડપાયા

અમદાવાદ માંથી સસ્તુ સોનુ આપવાના નામે ઠગાઈ આચરતી ટોળકીના બે આરોપી ઝડપાયા

26
0

(GNS),13

જો તમને કોઈ સસ્તુ સોનુ આપવાની લાલચ આપે તો એ પહેલા ચેતજો, SOG ક્રાઈમે આવી રીતે સસ્તુ સોનુ આપવાના નામે ઠગાઈ આચરતી ટોળકીના બે આરોપીની ધરપકડ કરી છે. બંને આરોપીઓ નક્લી પોલીસ બનીને ગુનો આચરતા હતા. એક આરોપી પાસે નક્લી નાયબ મામલતદારનું આઈકાર્ડ પણ મળી આવ્યુ હતુ. જો કે આરોપીઓ રાજ્યમાં અનેક શહેરોમાં ગુના આચરી ચુક્યા છે. આરોપી કિરીટકુમાર અમીન અને ઈશ્વરપુરી ગોસ્વામી છેતરપીંડી કેસમાં વોન્ટેડ હતા. જે બન્ને આરોપીની ધરપકડ કરાઈ છે. પકડાયેલ બન્ને આરોપી નકલી પોલીસ બનીને અન્ય ટોળકીના સભ્યો સાથે મળી સસ્તું સોનું આપવાના બહાને લોકોને ટાર્ગેટ કરીને ઠગાઇ આચરતા. આ ટોળકીની મોડ્સ ઓપરેન્ડીની વાત કરીએ તો ટોળકીના બે-ત્રણ શખ્સો દ્વારા સસ્તું સોનુ આપવાના બહાને વ્યક્તિને સોનુ બતાવે જે બાદ સોનાની અડધી કિંમતમાં સોનુ આપવાના બહાને કોઈક અવાવરું જગ્યાએ વ્યક્તિને બોલાવતા. જે બાદ વ્યક્તિ સાથે થયેલી ડીલ મુજબ પૈસા લઈને સોનુ આપી દેતા. તે સમયે જ નકલી પોલીસ બનીને પકડાયેલ બન્ને આરોપી આવતા અને પોલીસનો ડર બતાવીને ડરાવી ધમકાવીને પૈસા અને સોનુ લઈને જતા રહેતા હતા. આવી જ રીતે ચારથી પાંચ લોકો નકલી પોલીસ બનીને આવતા હતા. ત્યારે વલસાડના ધમરપુર અને અમદાવાદ ગ્રામ્યના કેરાલા જીઆઇડીસીમાં આ રીતે છેતરપિંડી આચરી હતી. પકડાયેલ બન્ને આરોપીઓ છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા હતા.

SOG ક્રાઇમની ટીમને બાતમી મળતા જ બન્ને આરોપીની ધરપકડ કરી છે. જોકે વર્ષ 2020માં અમદાવાદ ગ્રામ્યના કેરાલા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં સસ્તું સોનુ આપવાના બહાને વેપારી પાસેથી 14 લાખની છેતરપીંડી કેસમાં ચાર આરોપી ધરપકડ થઈ હતી. જેમાં ગોમતીપુરમાં ફરજ બજાવતો ASI હિતેન્દ્ર રમણલાલ પંડ્યા સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી પણ પકડાયેલ બન્ને આરોપીઓ વોન્ટેડ હતા. જે બાદ વર્ષ 2022માં વલસાડના ધરમપુર પોલીસ સ્ટેશનમાં 39 લાખની છેતરપીંડીમાં આ બન્ને આરોપી વોન્ટેડ હતા. ત્યારે રાજસ્થાનના જયપુરમાં છેતરપીંડી કેસમાં ઈશ્વરપુરી ગોસ્વામી વોન્ટેડ હતો. આરોપી કિરીટકુમાર અમીન પાસેથી નાયબ મામલતદાર અધિકારીનું આઈકાર્ડ મળી આવ્યું હતું. જેની પૂછપરછ કરતા સામે આવ્યું કે અગાઉ મોડાસામાં મામલતદાર કેચરીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો જે સમય થી નાયબ મામલતદાર તરીકે કાર્ડ બનાવ્યું હતું. સસ્તું સોનુ આપવાની લાલચ આપી છેતરપીંડી કરતી ટોળકીમાં 8 થી 10 સભ્યો હોવાની પોલીસને આશંકા છે, જેમાં SOG ક્રાઇમ ટીમે નકલી પોલીસ બનેલી આ ટોળકીની મહિલાની ધરપકડ કરી છે. જોકે આ ટોળકીમાં અન્ય વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે. ત્યારે અન્ય કેટલા લોકોને ટાર્ગેટ બનાવી છેતરપીંડી આચરી છે, તે દિશામાં તપાસ શરૂ કરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપેટ્રોપ પંપના કમિશનમાં વધારો ન થતા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન આકરા પાણીએ
Next articleસુરતના વરાછા ઝોન-Aના શહેરી વિકાસ વિભાગના અધિકારી લાંચ લેતા ઝડપાયા