(GNS),12
સની દેઓલને લાંબા સમય બાદ સફળતાનો સ્વાદ મળ્યો છે. સનીની ગદર 2ના કારણે સિંગલ સ્ક્રિન સિનેમા ફરી ધમધમવા માંડ્યા છે અને બોક્સઓફિસ પર આ ફિલ્મે 500 કરોડનો આંક પાર કરી લીધો છે. બે દાયકા બાદ આવેલી ગદરની સીક્વલને ઓડિયન્સે ખૂબ પસંદ કરી છે. ગદરની સફળતા અંગે વાત કરતી વખતે સનીએ કેટલાક રસપ્રદ કિસ્સા પણ યાદ કર્યા હતા. સનીએ જણાવ્યું હતું કે, ઐશ્વર્યા રાયની પહેલી ફિલ્મ સની દેઓલ સાથે નક્કી હતી. ઈન્ડિયન નામની આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું હતું, પરંતુ બજેટની સમસ્યા નડી ગઈ. ફિલ્મના કેટલાક ગીતો શૂટ થયા હતા, પરંતુ બાદમાં આ ફિલ્મ અભેરાઈએ ચડી ગઈ. સની અને ઐશ્વર્યાની આ ફિલ્મના કેટલાક ફોટોગ્રાફ્સ પણ બહાર આવ્યા હતા, જેમાં સનીએ ગદર 2 જેવો જ લૂક પસંદ કર્યો હતો.
એક ઈન્ટરવ્યૂમાં સની દેઓલે શાહરૂખ ખાન સાથેના ઝઘડા અંગે પણ વાત કરી હતી. સનીએ જણાવ્યું હતું કે, ‘ડર’ની રિલીઝ બાદ કંઈક એવું બન્યું હતું, જે ખૂબ બાલિશ હતું. આવી ઘટના ફરી થવી જોઈએ નહીં. તેના કારણે સની અને શાહરૂખે 16 વર્ષ સુધી એકબીજા સાથે વાત કરી ન હતી. બાદમાં બંને વચ્ચે સમાધાન થયું હતું. જેના કારણે શાહરૂખે પોતાના પરિવાર સાથે ગદર 2 જોઈ હતી અને સની દેઓલને અભિનંદન આપ્યા હતા. હવે બંને વચ્ચે સંબંધો સારા છે. ગદર 2ની સક્સેસ પાર્ટીમાં શાહરૂખની સાથે સલમાન અને આમિર ખાન પણ હાજર હતા. ગદર 2ની સફળતા બાદ સનીની ઈચ્છા અપને 2 બનાવવાની છે. સનીએ જણાવ્યું હતું કે, તેની સ્ક્રિપ્ટ તૈયાર છે પણ અગાઉ અનેક એક્ટ્રેસ માતાનો રોલ કરવા ના પાડી ચૂકી છે. હવે કદાચ કોઈ તૈયાર થાય તો ફિલ્મ આગળ વધશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.