(GNS),12
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો તાજેતરમાં જ G20 સમિટ માટે ભારતની મુલાકાતે હતા. પરંતુ G20 મહેમાનોને આપવામાં આવેલા ડિનર અને ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સના લોન્ચ જેવા મહત્વના પ્રસંગોએ જસ્ટિન ટ્રુડો ગેરહાજરીનાં સમાચાર સવાલો ઉભા કરી રહ્યાં છે. G20 જેવા આંતરરાષ્ટ્રીય મંચ પર કેનેડાને ‘અવગણવામાં’ આવ્યા હોવાની વાત સાથે જસ્ટિન ટ્રુડો પોતાના દેશમાં ટ્રોલનો સામનો કરી રહ્યા છે. ઘણા કેનેડિયન મીડિયા સંસ્થાઓએ ભારતમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આ ‘અનાદર’ની વાતની આકરી ટીકા કરી છે. વિપક્ષી નેતાથી લઈને સોશિયલ મીડિયા પર તેમની સાથે થયેલા આ વર્તનને લઈને ઘણી બધી વાતો કહેવામાં આવી છે. કેનેડાના અગ્રણી અખબાર ‘ટોરોન્ટો સન’એ આ અંગે ફ્રન્ટ પેજ સ્ટોરી કરી છે. તેની વાત કેનેડામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
કેનેડાની મુખ્ય વિપક્ષી પાર્ટીના નેતા પિયર પોઈલીવેરે ટ્વિટર પર એક ફોટો શેર કરતા લખ્યું, “પાર્ટી લાઇનને બાજુ પર રાખીને, કોઈ પણ કેનેડાના વડાપ્રધાનને વિશ્વની સામે વારંવાર અપમાનિત થતા જોવા નહીં માંગે.” અન્ય ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે G20 સમિટમાં જસ્ટિન ટ્રુડોનું આ રીતે અપમાન કરવામાં આવ્યું હોવાની ટીકા કરી છે. એક સોશિયલ મીડિયા યુઝરે કેનેડાને ‘ભારત-પશ્ચિમ એશિયા-યુરોપ ઇકોનોમિક કોરિડોર’માંથી બહાર રાખવા બદલ જસ્ટિન ટ્રુડોની ટીકા કરી છે. તેવી જ રીતે, અન્ય એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે જસ્ટિન ટ્રુડો ફરી એકવાર પોતાને વિશ્વ મંચ પર અવગણવામાં આવ્યા હતા, કારણ કે G20 સમિટ દરમિયાન તેમને ભારતમાં મીડિયાનું ઓછું કવરેજ મળ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.