Home દેશ - NATIONAL ચંદ્રબાબુ નાયડુની ધરપકડનો આંધ્રપ્રદેશમાં વિરોધ

ચંદ્રબાબુ નાયડુની ધરપકડનો આંધ્રપ્રદેશમાં વિરોધ

15
0

(GNS),12

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના વડા ચંદ્રબાબુ નાયડુને કૌશલ્ય વિકાસ નિગમ કૌભાંડના સંબંધમાં CID દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ વિજયવાડા ACB કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા બાદ TDP ચીફ એન ચંદ્રબાબુ નાયડુ સોમવારે સવારે 2 વાગ્યાની આસપાસ રાજમુન્દ્રી સેન્ટ્રલ જેલ પહોંચ્યા હતા. TDP વડાની નજરકેદની માંગણી કરતી અરજી પર કોર્ટે પોતાનો આદેશ અનામત રાખ્યો છે. ટીડીપી નેતાઓનું કહેવું છે કે ચંદ્રબાબુ નાયડુની ધરપકડ સંપૂર્ણપણે રાજકીય રીતે પ્રેરિત છે, તેમને નકલી કેસમાં ધરપકડ કરવામાં આવી છે. રિમાન્ડ રિપોર્ટમાં આંધ્ર પ્રદેશ સરકારે કહ્યું કે તેમની પાસે કોઈ પુરાવા નથી એટલે કે ચંદ્રાબાબુ નાયડુને ચૂંટણીલક્ષી લાભ માટે બદનામ કરવા માટે જાણીજોઈને ધરપકડ કરવામાં આવી છે.

ચંદ્રબાબુ નાયડુની ધરપકડના વિરોધમાં સોમવારે રાજ્યવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું છે. તેમ છતાં પોલીસે રાજ્યભરમાં કલમ 144 લાગુ કરી દીધી હતી અને ટીડીપી નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા. પરંતુ હજુ પણ ટીડીપી કાર્યકર્તાઓ સંપૂર્ણપણે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા, જ્યાં વાહનો રોકી દેવામાં આવ્યા હતા, શાળાઓ, કોલેજો, બધું બંધ હતું. દુકાનદારોએ પોતાની રીતે દુકાનો બંધ કરાવી હતી, ઘણા વિસ્તારોમાં કામદારો દ્વારા દુકાનો બંધ કરાવવી પડી હતી. પોલીસે દેખાવકારોની અટકાયત કરી હતી. આ બંધને જનસેના પાર્ટીએ ટેકો આપ્યો હતો. બંધ શાંતિપૂર્ણ રહ્યો અને કોઈ હિંસા થઈ નથી. જોકે પોલીસે ઘણી જગ્યાએ લાઠીચાર્જ કર્યો હતો. ભાજપે પણ નાયડુની આવી ધરપકડની સખત નિંદા કરી છે.

TDPના વરિષ્ઠ નેતાઓએ કરોડો રૂપિયાના કથિત ભ્રષ્ટાચાર કૌભાંડમાં પક્ષના વડા ચંદ્રબાબુ નાયડુની ધરપકડની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે અંતે ન્યાયની જીત થશે. તેઓ વિશાખાપટ્ટનમમાં રાજ્યપાલ એસ. અબ્દુલ નઝીરને મળ્યા અને એક મેમોરેન્ડમ પણ સુપરત કર્યું. ટીડીપીના પ્રવક્તા પટ્ટાભીરામ કોમ્મારેડ્ડીએ દાવો કર્યો હતો કે કરોડો રૂપિયાના આ કથિત ભ્રષ્ટાચાર કૌભાંડમાં ચંદ્રબાબુ નાયડુની સંડોવણીના કોઈ પુરાવા CID પાસે નથી. તમને જણાવી દઈએ કે વિજયવાડાની એક સ્થાનિક કોર્ટે રવિવારે નાયડુને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. પૂર્વ મુખ્યમંત્રી હાલમાં પૂર્વ ગોદાવરી જિલ્લાની રાજમહેન્દ્રવરમ સેન્ટ્રલ જેલમાં બંધ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમરાઠાઓને અનામત આપવા પર મહારાષ્ટ્ર સરકારે કમિટી બનાવવાની જાહેરાત કરી
Next articleમણિપુરના ઉખરુલમાં 5.1 ની તીવ્રતાનો ભૂકંપ