Home ગુજરાત ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાકિસ્તાનના કુલ ૧૦૮ હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા...

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાકિસ્તાનના કુલ ૧૦૮ હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાશે

20
0

અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૧૪૯ પાકિસ્તાનના હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા આપવામાં આવી

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ૧૨ મી સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલા અમદાવાદના કુલ ૧૦૮ લોકોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવશે.

(જી.એન.એસ),તા.૧૧

ગાંધીનગર,

આ અવસરે અમદાવાદના કલેકટર પ્રવીણા ડી.કે, અમદાવાદના સર્વે ધારાસભ્યશ્રીઓ, સિંધ માયનોરીટી માયગ્રન્ટ્સ એસોસીએશનના પ્રમુખ અને સભ્યો તેમજ પ્રમાણપત્ર સ્વીકૃતિ માટે આવનાર ૧૦૮ લાભાર્થીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૮ના ગેઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરોને અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લધુમતી કોમના (હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી) લોકોને નાગરિકતા અધિનિયમ અંતર્ગતની પ્રક્રિયા અનુસરીને ભારતીય નાગરિકતા આપવાની સત્તા મળેલી છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા અત્યાર સુધીમાં  કુલ ૧૧૪૯ પાકિસ્તાની હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં ગુજરાત પોલીસની ક્રાઈમ કોન્‍ફરન્‍સ યોજાઈ
Next articleદૈનિક રાશિફળ (તા.૧૩-૦૯-૨૦૨૩)