Home દુનિયા - WORLD મોરોક્કોમાં ભૂકંપગ્રસ્તો માટે મોરારિબાપુ દ્વારા 10 લાખની કરવામાં આવી સહાય

મોરોક્કોમાં ભૂકંપગ્રસ્તો માટે મોરારિબાપુ દ્વારા 10 લાખની કરવામાં આવી સહાય

14
0

(GNS),11

ઉત્તર આફ્રિકાના મોરક્કો ખાતે એક ભયાનક ભૂકંપ આવ્યો હતો. 8મી સપ્ટેમ્બરે રાત્રે આવેલા 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. મધ્ય મોરક્કોના મારકાશ વિસ્તારમાં આવેલા ભૂકંપ બાદ પ્રાપ્ત અહેવાલો અનુસાર 2000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 672 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. મોરારીબાપુએ ભૂકંપને કારણે મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી છે. તેમ જ મોરક્કોની સ્થાનિક સેવા ભાવી સંસ્થાને પુનઃવસનના કાર્ય માટે ભારતીય ચલણના રૂપિયા દસ લાખની સહાયતા રાશિ અર્પણ કરેલ છે.

આ સહાયતા રાશિ દ્વારા સ્થાનિક જરુરીયાત મુજબ રેશન તેમજ પ્રાથમિક જરુરીયાતોની કીટનું વિતરણ કરવામાં આવશે. કેન્યા સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોચતી કરવામાં આવી છે. સેંકડો ઇમારતો ધરાશાયી થવાને કારણે હજારો લોકો બેઘર બન્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, મોરોક્કોમાં 3 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. મોરોક્કોના ઉચ્ચ એટલાસ પર્વતોને હચમચાવી દેતા ભૂકંપના કેન્દ્રની સૌથી નજીકના શહેર મારકેશમાં ઘણી ઐતિહાસિક ઇમારતોને નુકસાન થયું છે. ત્યારે આ ઘટનામાં મોરારીબાપુ આગળ આવ્યા છે અને સહાય અર્પણ કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનાઇજીરીયામાં બોટ પલટી જતાં 24 લોકોનાં મોત, ૧૦થી વધુ લોકો ગુમ
Next articleશિકાગોથી લોસ એન્જલસ જતી યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટમાં મુસાફરની દબંગાઈ