Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી તુર્કીયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયબ એર્દોગનેએ ભારતના વખાણ કર્યા

તુર્કીયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયબ એર્દોગનેએ ભારતના વખાણ કર્યા

20
0

(GNS),11

તુર્કીયે(Turkey) એવા દેશોમાં સામેલ છે જે ભારતની ટીકા કરવા માટે જાણીતા છે, પરંતુ G-20 સમિટમાં ભાગ લેવા નવી દિલ્હી આવેલા રાષ્ટ્રપતિ રેસેપ તૈયબ એર્દોગને ખુલ્લેઆમ ભારતની યજમાનીની પ્રશંસા કરી છે. કોન્ફરન્સના સમાપન સમારોહની ભારતની ઉષ્માભરી યજમાનીની પ્રશંસા કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, હું G-20ના ખૂબ જ સફળ અધ્યક્ષપદ માટે ભારતનો આભાર માનું છું. હું પીએમ મોદીનો પણ આભાર માનું છું. આ નિવેદનોથી પાકિસ્તાન મરચા લાગી શકે છે. તુર્કીયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયબ એર્દોગને કહ્યું કે, હું G-20 સમિટની ખૂબ જ સફળ અધ્યક્ષતા માટે ભારતનો આભાર માનું છું. મને, મારી પત્ની અને સમગ્ર તુર્કીયે પ્રતિનિધિ મંડળને આપવામાં આવેલ અદ્ભુત આતિથ્ય માટે પીએમ નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. રાષ્ટ્રપતિ એર્દોગને કહ્યુ કે, ભારત દક્ષિણ એશિયામાં અમારું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. અમારી પાસે અર્થવ્યવસ્થા અને અન્ય ઘણા ક્ષેત્રોમાં આગળ વધવાની અપાર ક્ષમતા છે. જમ્મુ-કાશ્મીર મુદ્દે એર્દોગન સતત ભારત વિરુદ્ધ બોલતા રહ્યા છે. કેન્દ્રની મોદી સરકારની કલમ 370 હટાવવાનો પણ વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, એર્દોગને જમ્મુ-કાશ્મીરને લઈને વૈશ્વિક મંચો પર ઘણી વખત ભારત સરકારની ટીકા કરી હતી.

G 20 સંમેલન અંગે તુર્કીયેના રાષ્ટ્રપતિએ કહ્યુ કે, આ વર્ષે અમારી થીમ એક વિશ્વ, એક પરિવાર અને એક ભવિષ્ય હતી. સમિટના પ્રારંભિક સત્રમાં, અમે પર્યાવરણીય પડકારોની ચર્ચા કરી હતી જેનો આપણા ગ્રહ હાલમાં સામનો કરી રહ્યો છે. આબોહવા પરિવર્તન, જૈવિક વિવિધતાની ખોટ અને મોટા પાયે પ્રદૂષણ એ પડકારોની ત્રિપુટી છે જેને આપણે હવે વધુ તીવ્રતાથી અનુભવી શકીએ છીએ. કોન્ફરન્સમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાના પ્રયાસોનો ઉલ્લેખ કરતા, તુર્કીયેના રાષ્ટ્રપતિ એર્દોગને કહ્યુ કે, અમે માનીએ છીએ કે રશિયાને અલગ કરવાની કોઈપણ પહેલ નિષ્ફળ જશે. તેમાં સફળતાની શક્યતા ઘણી ઓછી છે. અમે માનીએ છીએ કે કાળા સમુદ્રમાં તણાવ વધારવા માટેના કોઈપણ પગલાને ટાળવું જોઈએ. તેમણે કહ્યું કે વૈશ્વિક ખાદ્ય સુરક્ષા અને ખાદ્ય પુરવઠા સુરક્ષાને સમર્થન આપવા માટે અમે સંયુક્ત રાષ્ટ્ર તેમજ રશિયા અને યુક્રેનને ખાદ્ય પુરવઠા સુરક્ષા અભ્યાસ જૂથમાં એકસાથે લાવવા જઈ રહ્યા છીએ. અમે આંતરરાષ્ટ્રીય સમુદાયના હિતધારકો સાથે પણ જોડાણ કરવાનું ચાલુ રાખીશું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને દાવો કર્યો
Next articleનાઇજીરીયામાં બોટ પલટી જતાં 24 લોકોનાં મોત, ૧૦થી વધુ લોકો ગુમ