Home દુનિયા - WORLD મોરોક્કોમાં ધરતીકંપની તબાહીમાં મૃત્યુઆંક 2000ને વટાવી ગયો

મોરોક્કોમાં ધરતીકંપની તબાહીમાં મૃત્યુઆંક 2000ને વટાવી ગયો

22
0

(GNS),10

મોરોક્કોમાં 8મી સપ્ટેમ્બરે રાત્રે આવેલા 6.8ની તીવ્રતાના ભૂકંપે આ આફ્રિકન દેશમાં ભારે તબાહી મચાવી છે. આ કુદરતી આફત બાદ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 2000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ભૂકંપના 48 કલાક બાદ પણ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. મૃત્યુઆંક વધી શકે છે. હજારો ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સેંકડો ઇમારતો ધરાશાયી થવાને કારણે હજારો લોકો બેઘર બન્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, મોરોક્કોમાં 3 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. મોરોક્કન સેનાના એક નિવેદન અનુસાર, રાજા મોહમ્મદ છઠ્ઠીએ સશસ્ત્ર દળોને વિશેષ શોધ અને બચાવ ટીમો અને સર્જિકલ ફિલ્ડ હોસ્પિટલ તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો છે.

મોરોક્કોના ઉચ્ચ એટલાસ પર્વતોને હચમચાવી દેતા ભૂકંપના કેન્દ્રની સૌથી નજીકના શહેર મારકેશમાં ઘણી ઐતિહાસિક ઇમારતોને નુકસાન થયું છે. પરંતુ મોટાભાગના મૃત્યુ અલ-હૌઝ અને તરાઉડન્ટ પ્રાંતના દક્ષિણમાં પર્વતીય વિસ્તારોમાં નોંધાયા છે. દરમિયાન, સર્ચ અને બચાવ ટીમ કાટમાળ હટાવવામાં અને રસ્તા સાફ કરવામાં વ્યસ્ત છે. ભૂકંપની ઊંડાઈ 18.5 કિમી માપવામાં આવી હતી. દક્ષિણમાં સિદી ઇફ્નીથી ઉત્તરમાં રાબાત અને તેની બહારના વિસ્તારમાં જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર એક મુખ્ય આર્થિક હબ મારકેશથી 72 કિલોમીટર પશ્ચિમમાં હતું. તુર્કીના ડિઝાસ્ટર એન્ડ ઈમરજન્સી મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ (એએફએડી) કહે છે કે તેણે મોરોક્કોથી ઈમરજન્સી એલર્ટ મળે તો મેડિકલ, રાહત, શોધ અને બચાવ એજન્સીઓના 265 સભ્યોને એલર્ટ પર રાખ્યા છે. આવું પણ કેહવામાં આવી રહ્યું છે આ આવો વિનાશકારી ભૂકંપ લગભગ અંદાજીત ૬૦ વર્ષ પછી આવ્યો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleG20ના તમામ વૈશ્વિક નેતાઓ મહાત્મા ગાંધીબાપુની સમાધિની મુલાકાત લીધી હતી
Next articleશિકાગોમાં યુવતીઓએ ટેક્સી ડ્રાઇવર પર હુમલો કર્યો અને માર માર્યો, વાહનનું પણ નુકશાન કર્યું