(GNS),10
નવી દિલ્હીમાં G20 સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સમિટનું આયોજન ભારત મંડપમ ખાતે કરવામાં આવી રહ્યું છે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાતે આવેલા વૈશ્વિક નેતાઓનું સ્વાગત કર્યું હતું. કોન્ફરન્સના પહેલા દિવસના પહેલા સત્રને લઈને પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે દિલ્હીમાં G20 સમિટની સવાર ઉપયોગી રહી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ શિખર સમ્મેલનના પહેલા દિવસના શરૂઆતના સત્ર વિશે X પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં વિદેશી નેતાઓના સ્વાગત અને સત્ર વિશે વાત કરી હતી. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં ફેલાયેલા તણાવ અને મતભેદો વચ્ચે પીએમ મોદીએ વિશ્વભરના નેતાઓને અપીલ કરી હતી અને કહ્યું હતું કે સમગ્ર દુનિયામાં વિશ્વાસના અભાવને એકબીજા પરના વિશ્વાસમાં બદલવાની સાથે સાથે જૂના પડકારોના નવા ઉકેલો શોધવા માટે પ્રયાસ કરો. ભારત મંડપમ ખાતે આયોજિત સમિટમાં પૃથ્વી સત્રને સંબોધતા તેમણે કહ્યું કે આ સમય છે કે આપણે બધા વૈશ્વિક કલ્યાણ માટે સાથે મળીને આગળ વધીએ. આ સત્રમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સહિત ઘણા નેતાઓએ ભાગ લીધો હતો.
અગાઉ, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના વડા ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસ આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે આજે સવારે નવી દિલ્હી પહોંચ્યા હતા. નવી દિલ્હી પહોંચતા, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનું કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે સ્વાગત કર્યું, જ્યારે રાષ્ટ્રપતિ મેક્રોનનું કેન્દ્રીય પ્રધાન અનુપ્રિયા પટેલે સ્વાગત કર્યું. આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા અને બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનાક સહિત ઘણા નેતાઓ શુક્રવારે નવી દિલ્હી આવ્યા હતા. G20ના વર્તમાન અધ્યક્ષ તરીકે ભારત આ વૈશ્વિક સંગઠનની સમિટનું આયોજન કરી રહ્યું છે. ભારત બાદ બ્રાઝિલને આ હોસ્ટિંગ મળશે. ભારત, અમેરિકા અને ચીન ઉપરાંત વિશ્વના 20 મહત્વપૂર્ણ દેશોના સંગઠન G20માં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, આર્જેન્ટિના, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, કોરિયા રિપબ્લિક, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, બ્રિટન અને યુરોપિયન યુનિયન (EU)નો સમાવેશ થાય છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.