Home ગુજરાત સનાતન ધર્મ વિવાદ મામલે રાજકોટની શોભાયાત્રામાં વજુભાઈ વાળાનું નિવેદન

સનાતન ધર્મ વિવાદ મામલે રાજકોટની શોભાયાત્રામાં વજુભાઈ વાળાનું નિવેદન

24
0

(GNS),07

દેશભરમાં સનાતન ધર્મના વિવાદને લઈને રાજનીતિ ગરમાઈ છે. સનાતન ધર્મ વિવાદ મામલે રાજકોટની શોભાયાત્રામાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે સમસ્ત હિંદુ સમાજે એક થવાની જરૂર. કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે સમસ્ત હિન્દુ સમાજને એક થવાની જરૂર છે. આપણે કોઈને નડવાનું નથી. પણ જો આપણને કોઈ નડે તો તેને છોડવાના પણ નથી. તેમણે કહ્યું હતું કે કોઈપણ વિવાદનો સંવાદથી ઉકેલ લાવવો જોઇએ.

ધર્મની વિરૂદ્ધ પ્રવચન કરે તેમને મોટા કહેવા કે નહીં તે સમાજે નક્કી કરવાનું છે.વજુભાઇ વાળાએ કહ્યું હતું કે જો કાંઈ ભૂલ હોય પરંતુ ધર્મ વચ્ચે સંઘર્ષ ન થવો જોઈએ. વજુભાઈ વાળાએ ઉદાહરણ કૃષ્ણ ભગવાનનું આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે નાની એવી ભૂલ થાય તો તલવાર કાઢીને માથું ન કાપવું જોઈએ. જે કાંઈ હશે તેનો નિર્વિવાદ નિરાકરણ આવશે. ધર્મની વિરુદ્ધ પ્રવચન કરે તેમને મોટા કેવા કે નહીં તે સમાજે નક્કી કરવાનું છે. હવે આવતા દિવસોની અંદર કોઈ આવી ભૂલ ન કરે તેવું પણ નિરૂપણ કરવાની જરૂર છે. ઇન્ડિયા ઇઝ ભારત,ભારત આપણો દેશ,ભારતના આપણે વાસીઓ છીએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગીર સોમનાથ જિલ્લાના ઉનામાં જંગલ સફારી બનવાની યોજના
Next articleઅમદાવાદમાં 9 પીસ્ટલ, એક રિવોલ્વર અને 64 કારતુસ સાથે 6 આરોપીની ધરપકડ