Home ગુજરાત પોરબંદરમાં લોકમેળામાં પ્રથમ દિવસે જ ફિયાસ્કો

પોરબંદરમાં લોકમેળામાં પ્રથમ દિવસે જ ફિયાસ્કો

18
0

(GNS),07

પોરબંદરમાં શરૂ થયેલા લોકમેળામાં ઉદ્દઘાટનના દિવસે જ ઓછી ભીડ આવતા પાલિકાએ આયોજિત કરેલા મેળાનો ફિયાસ્કો થયો છે. પ્રથમ દિવસે એકપણ ચકડોળ કે રાઈડ્સ શરૂ થઈ ન હતી. લાયસન્સના અભાવે ચકડોળ બંધ જોવા મળ્યા હતા. અધિકારીઓ પાસેથી સંતોષકારક જવાબ ન મળતા રોષ જોવા મળ્યો હતો. ચકડોળ બંધ હોવાથી મેળો કરવા આવેલા લોકોમાં પણ નિરાશ થયા હતા. આ તરફ પોરબંદરમાં આજથી 5 દિવસ સુધી લોકમેળો યોજાવાનો છે.

મેળો પ્રારંભ થાય તે પહેલા જ વિવાદ સર્જાયો છે. લોકમેળામાં નાના ધંધાર્થીઓને પ્રવેશ ન આપતા તેઓએ પાલિકા કચેરી ખાતે વિરોધ કર્યો છે. કોંગ્રેસ આગેવાનોને સાથે રાખી પોરબંદર-છાયા નગરપાલિકામાં રજૂઆત કરી. તેમની માગ છે, કે જ્યાં લોકમેળો આયોજિત કરાયો છે, ત્યાં નાના ધંધાર્થીઓ માટે પણ જગ્યા ફાળવવામાં આવે. જો જગ્યા નહીં ફાળવાય તો ભૂખ હડતાળ કરવાની પણ ચીમકી આપી છે. આજે શીતળા સાતમથી શરૂ થનાર લોકમેળામાં નાના ધંધાર્થીઓને જગ્યા નથી આપવામાં આવી. જેથી નારાજગીનો માહોલ જોવા મળ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહિંમતનગર અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસતા રાહત સર્જાઈ
Next articleશામળાજી સહિત રાજ્યનાં મંદિરોમાં આજે જન્માષ્ટમીના પર્વની ઉજવણી