Home ગુજરાત હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસતા રાહત સર્જાઈ

હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસતા રાહત સર્જાઈ

15
0

(GNS),07

સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતો લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા. બુધવારે મોડી સાંજે વરસાદનુ આગમન થતા રાહત સર્જાઈ હતી. મોડી સાંજે હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસતા રાહત સર્જાઈ છે. છેલ્લા કેટલાક દિવસથી ગરમીના પ્રમાણમાં પણ વધારો થયો હતો. આ દરમિયાન બુધવારે વરસાદને લઈ કેટલાક અંશે રાહત સર્જાઈ હતી. મોડી સાજે ભારેપવન ફુંકાવા સાથે વરસાદનુ આગમન થયુ હતુ.

ભારે પવનને લઈ વીજપુરવઠો ખોરવાયો હતો, જોકે ગ્રામ્ય વિસ્તારની યુજીવીસીએલની સ્થાનિક ટીમોએ તાબડતોબ વીજપુરવઠો પૂર્વવત કરી દેતા રાહત થઈ હતી. પવનને લઈ વીજળી પૂરવઠાને અસર થઈ હતી. વરસાદનુ જોરદાર ઝાપટુ કેટલાક વિસ્તારમાં વરસતા પાણી ભરાઈ જવા પામ્યા હતા. શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો એક મહિના બાદ જોવા મળ્યા હતા. છેલ્લા એક મહિનાથી વરસાદની રાહ જોવાઈ રહી હતી. આ દરમિયાન વરસાદ વરસતા હવે રાહત સર્જાઈ હતી. હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસવાને લઈ ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી. લાંબા સમય બાદ વરસાદને લઈ મુરઝાતા પાકને જીવતદાન મળ્યુ હતુ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના જીતપુર, ખાખરીયા, ઈસરી, રેલ્લાવાડા સહિતના વિસ્તારમાં વરસાદ
Next articleપોરબંદરમાં લોકમેળામાં પ્રથમ દિવસે જ ફિયાસ્કો