(GNS),07
અરવલ્લી જિલ્લામાં વરસાદનુ આગમન લાંબા વિરામ બાદ થતા રાહત સર્જાઈ છે. બુધવારે બપોર બાદ જિલ્લામાં અનેક સ્થળોએ વરસાદ નોંધાયો હતો. બપોરના અરસા દરમિયાન અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના જીતપુર, ખાખરીયા, ઈસરી, રેલ્લાવાડા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ મકાઈ, સોયાબીન, તુવેર અને મગફળી સહિતના મુરઝાતા પાકને જીવતદાન મળ્યુ હતુ.
વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીઓનો માહોલ છવાયો હતો. મોડી સાંજે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. માલપુર, મેઘરજ, બાયડ, ધનસુરા, મોડાસા અને શામળાજી પંથકમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના ઝાપટા વરસ્યા હતા. ભારે પવન સાંજના અરસા દરમિયાન ફૂંકાવાને લઈ અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. જોકે લાંબા અરસા બાદ વરસાદ વરસવાને લઈ ખેડૂતોને મોટી રાહત સર્જાઈ હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.