Home દેશ - NATIONAL ઘટતી લોકપ્રિયતા બચાવવા મોદીનો અંતિમ પ્રયાસ..? “સરકારને સહકાર આપો”

ઘટતી લોકપ્રિયતા બચાવવા મોદીનો અંતિમ પ્રયાસ..? “સરકારને સહકાર આપો”

810
0

સોમવારથી ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમણે ભૂજથી પોતાના ચૂંટણી પ્રચાર કાર્યક્રમના શ્રીગણેશ કર્યા. પૂજા-પાઠ બાદ તેમણે ભૂજ, રાજકોટ, અમરેલી અને છેલ્લે સુરત, એમ ચાર જગ્યાએ સભાનું સંબોધન કર્યું હતું અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન બન્યા નરેન્દ્ર મોદી અનેક રાજ્યોમાં ચૂંટણી પ્રચારમાં ભાગ લઇ ચૂક્યા છે, પરંતુ ગુજરાતની ચૂંટણી તેમને માટે તથા ભાજપ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. 19 વર્ષ બાદ પહેલીવાર ગુજરાતની ચૂંટણી સમયે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી નથી. આ કારણે જ સમગ્ર દેશની નજર પણ ગુજરાતની ચૂંટણી પર મંડાયેલી છે. એક વર્ગ માને છે કે, પીએમ મોદીની લોકપ્રિયતા ધીરે-ધીરે ઘટી રહી છે, તો એક વર્ગ માને છે કે, પીએમ મોદીની લોકપ્રિયતા યથાવત છે અને ધીરે-ધીરે વધી રહી છે. આ બધા વચ્ચે વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક તસવીર સામે આવી છે, જેને અંગે ચર્ચા-વિચારણા થઇ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરોક્ત તસવીરમાં લોકોને દેશના રિનોવેશનમાં સહકાર આપવાનું કહી રહ્યાં છે. આ સંદેશ ગુજરાતીમાં છે અને ચૂંટણી સમયે વાયરલ થઇ રહ્યો છે, આથી પીએમ મોદી પરોક્ષ રીતે ગુજરાતીઓને ભાજપને મત આપવાનું કહેતા હોવાનું કેટલાકનું અનુમાન છે. ઇકેનોમિક ટાઇમ્સમાં પ્રકાશિત નીલાંજન મુખોપાધ્યાયના એક લેખ અનુસાર, વર્ષ 2014 પછીથી ભાજપ તથા પીએમ મોદીની લોકપ્રિયતા ઘટી છે અને આથી પીએમ મોદી તરફથી અભૂતપૂર્વ અંતિમ પ્રયાસ થાય એ અત્યંત જરૂરી છે. બદલાતી પરિસ્થિતમાં હવે લોકો કહી રહ્યાં છે કે, તેઓ ભાજપને મત નહીં આપે. ઉલ્લેખનીય છે કે, નોટબંધી અને જીએસટીના નિર્ણયને કારણે ગુજરાતના વેપારીઓને ઘણી મુસીબતોનો સામનો કરવો પડ્યો છે અને આ કારણે તેમના મનમાં રોષ છે. આ સિવાય રાજ્યમાં હાલ કુલ 10 આંદોલનો ચાલી રહ્યાં છે, જેમાંથી સૌથી મોટું અને અસરકારક આંદોલન છે પાટીદાર અનામત આંદોલન. એ સિવાય, દલિત આંદોલન, ઓબીસી આંદોલન, આશાવર્કર અને આંગણવાડી મહિલાઓનું આંદોલન, નાના વેપારીઓનું આંદોન, ફિક્સ પે વર્કર મૂવમેન્ટ, એમબ્યૂલન્સ વર્કર મૂવમેન્ટ પણ છે. આ વિવિધ આંદોલનોને કારણે ભાજપ સરકાર વિરુદ્ધ એક લહેર જન્મી છે. જો કે, ગુજરાતમાં પીએમ મોદીની લોકપ્રિયતા ઘટી છે કે નહીં, એ તો ચૂંટણીના પરિણામો જ કહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબાપુનો કોંગ્રેસ પર કટાક્ષ, મત લેવા માટે સોફ્ટ હિંદુત્વ કામ નહીં આવે.
Next articleમીડિયા ભલે અવગણે પણ ગુજરાતના રાજકારણમાં મર્દ ભાયડો એટલે હાર્દિક પટેલ એવું જનતા માને છે