(GNS),07
ભારતનું પ્રથમ UPI ATM લોન્ચ કરવામાં આવ્યું છે. હિટાચી લિમિટેડની પેટાકંપની હિટાચી પેમેન્ટ સર્વિસે UPI ATM લોન્ચ કર્યું છે. આ સુવિધાની મદદથી હવે ડેબિટ કે એટીએમ કાર્ડ વગર તમે UPI દ્વારા ATMમાંથી પૈસા ઉપાડી શકશો. ભારતના લોકોને આ સુવિધા પૂરી પાડવા માટે, તેને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ના સહયોગથી UPI ATMના વ્હાઇટ લેબલ ATM (WLA) તરીકે રજૂ કરવામાં આવ્યું છે. આ ATM વપરાશકર્તાઓને બહુવિધ એકાઉન્ટ્સમાંથી UPI એપ્લિકેશન દ્વારા ચુકવણી કરવાની મંજૂરી આપે છે. છેતરપિંડી રોકવામાં મદદરૂપ થશે – કેમ કે, તે નોન-બેંકિંગ સંસ્થાઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે. આ માત્ર નવો અનુભવ જ નહીં આપે, પરંતુ બેંકિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉપાડ મર્યાદામાં પણ વધારો કરશે. વધુમાં, UPI ATM ને કાર્ડ સ્કિમિંગ જેવી નાણાકીય છેતરપિંડી અટકાવવા માટેના સકારાત્મક પગલા તરીકે જોવામાં આવે છે.
UPI ATM કેવી રીતે કામ કરશે?,, જે જણાવીએ, રવિસુતંજની કુમાર દ્વારા મુંબઈના ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં એક વીડિયો ડેમો શેર કરવામાં આવ્યો છે, જેમાં UPI ATM ટચ પેનલ તરીકે જોઈ શકાય છે. જમણી બાજુએ UPI કાર્ડલેસ કેશ પર ટેપ કરવાથી રોકડ રકમના વિકલ્પ જેવા કે રૂ. 100, રૂ. 500, રૂ. 1000, રૂ. 2000, રૂ. 5000 અને અન્ય રકમ માટે બટન સાથેની બીજી વિન્ડો ખુલે છે. તેને પસંદ કર્યા પછી, સ્ક્રીન પર QR કોડ દેખાય છે. હવે તમારે કોઈપણ UPI એપનો ઉપયોગ કરીને સ્કેન કરવું પડશે. કોડ સ્કેન કર્યા પછી, વપરાશકર્તાઓને તેમના ઇચ્છિત બેંક એકાઉન્ટને પસંદ કરવા અને પુષ્ટિ પર ક્લિક કરવાનું કહેવામાં આવશે. હવે તમારે રોકડ ઉપાડવા માટે કન્ફર્મ કરવું પડશે. આ પછી UPI પિન નાખવો પડશે. આ કર્યા પછી એક UPI મેસેજ આવશે કે ટ્રાન્ઝેક્શન થવા જઈ રહ્યું છે. આ પછી એટીએમ તમારા પૈસા ઉપાડી લેશે. UPI ATM એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર બનેલું છે. અત્યારે હિટાચી પેમેન્ટ સર્વિસિસ એકમાત્ર ડબલ્યુએલએ ઓપરેટર છે, જે રોકડ ડિપોઝિટ પણ ઓફર કરે છે અને 3000 થી વધુ ATM સ્થાનોના નેટવર્કની ઍક્સેસ ધરાવે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.