Home દેશ - NATIONAL Aditya L1 એ લીધી સેલ્ફી, પછી પૃથ્વી અને ચંદ્રમાનો સુંદર ફોટોઝ ખેચ્યા

Aditya L1 એ લીધી સેલ્ફી, પછી પૃથ્વી અને ચંદ્રમાનો સુંદર ફોટોઝ ખેચ્યા

16
0

(GNS),07

ધગધગતા સૂરજના રહસ્યોને ઉજાગર કરવા માટે આદિત્ય એલ1 પોતાના સફર પર છે. લગભગ ચાર મહિના બાદ સૂર્ય અને પૃથ્વીના અક્ષ પર સ્થિત એલ1 પોઈન્ટ પર તેને સ્થાપિત કરવામાં આવશે. હાલ બીજી છલાંગમાં તે 282 કિમી X 40225 કિમીના અંતર પર તે ચક્કર મારી રહ્યું છે. ત્રીજી છલાંગમાં તેને વધુ ઊંચાઈ પર પહોંચાડવામાં આવશે. આ બધા વચ્ચે આદિત્ય એલ1 એ કેટલીક તસવીરો મોકલી છે જેમાં ધરતી અને ચંદ્રમા બંને જોવા મળી રહ્યા છે. આદિત્ય એલ1એ મોકલેલી તસવીરમાં ધરતી અને ચંદ્રમા બંને જોવા મળી રહ્યા છે. જેમાં ચંદ્ર એક નાનકડાં પોઈન્ટ તરીકે દેખાય છે. ઈસરોએ ટ્વીટમાં લખ્યું છે કે સૂરજની સફર પર નીકળેલા આદિત્ય એલ1એ ધતી અને ચંદ્રમાની સેલ્ફી લીધી છે. આ સેલ્ફીથી તમે અંદાજો લગાવી શકો છો કે આદિત્ય એલ1 મિશન ધીરે ધીરે પોતાની સફર પર આગળ વધી રહ્યું છે. આદિત્ય એલ1ને ધરતીથી લગભગ 15 લાખ કિમી દૂર એલ1 પોઈન્ટ પર સ્થાપિત કરવાનો છે.

આ મિશન ખુબ જ મહત્વપૂર્ણ જણાવવામાં આવી રહ્યું છે. તેમાં કુલ સાત પેલોડ્સ લગાવવામાં આવ્યા છે. જેમાંથી ચાર સૂરજના કિરણોનો અભ્યાસ કરશે અને ત્રણ પેલોડ્સ દ્વારા એલ1 પોઈન્ટની ચારેબાજુ વાતાવરણનો અભ્યાસ કરવામાં આવશે. 1472 કિલોગ્રામ વજનના અંતરિક્ષ યાનને ઈસરોના સૌથી વિશ્વસનીય અને બહુમુખી વર્કહોર્સ રોકેટ ‘એક્સએલ’ કન્ફ્યૂગરેશનમાં ધ્રુવીય ઉપગ્રહ લોન્ચિંગ વાહન (PSLV) દ્વારા અંતરિક્ષમાં લઈ જવાયો હતો. આદિત્ય એલ1 મિશનનો પ્રાથમિક ઉદ્દેશ્ય સૂર્યના ઉપરી વાયુમંડળીય પરતો, ખાસ કરીને ક્રોમોસ્ફીયર અને કોરોનાનો અભ્યાસ કરવાનો છે. આદિત્ય એલ1ને લેગ્રેન્જિયન પોઈન્ટ1 (L1) ની આજુબાજુના એક પ્રભામંડળ કક્ષા (Halo Orbit) માં રાખવામાં આવશે. જે 1.5 મિલિયન કિમી દૂર છે. પૃથ્વી સૂર્યની દિશામાં ચાર મહિનાના સમયમાં આ અંતર કાપે તેવી આશા છે. આદિત્ય એલ1ના નિર્માણમાં એલએન્ડટી, એમટાર ટેક્નોલોજીસ, પારસ ડિફેન્સ, વાલચંદનગર ઈન્ડસ્ટ્રીઝ, એચએએલ, બીએચઈએલ અને મિશ્ર ધાતુ નિગમે મહત્વની ભૂમિકા ભજવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleASEAN સંમેલનમાં પણ PM મોદીએ ચીનની ‘દુ:ખતી નસ’ પર હાથ મૂક્યો!.. કહી સ્પષ્ટ વાત
Next articleUPI દ્વારા ATMમાંથી પૈસા ઉપાડી શકાશે.. ભારતનું પ્રથમ UPI ATM લોન્ચ કરવામાં આવ્યું