Home મધ્ય ગુજરાત અમદાવાદ અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પદે જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજીની...

અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પદે જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજીની પસંદગી

29
0

નૌતમ સ્વામીની હાકાલપટ્ટી બાદ નવા પ્રમુખની વરણી કરી દેવામાં આવી

(GNS),06

સનાતની સાધુ-સંતો સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને અખિલ ભારતીય સંત સમિતિના પ્રદેશ પ્રમુખ બનવાવામાં આવ્યા છે. જગન્નાથ મંદિરમાં યોજાયેલી બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જ્યારે નૌતમ સ્વામીની હાકાલપટ્ટી બાદ કરાઈ નવા પ્રમુખની વરણી કરી દેવામાં આવી છે. આ સાથે જ અમદાવાદના જગવિખ્યાત જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને હવે મોટી જવાબદારી મળી છે. રાષ્ટ્રીય પ્રમુખ અવિચલદાસજી મહારાજના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મહંત દિલીપદાસજી મહારાજને મોટી જવાબદારી મળી છે. અખિલ ભારતિય સંત સમિતિના ગુજરાતના પ્રમુખ તરીકેની જવાબદારી મહંત દિલીપદાસજી મહારાજને મળી છે. આજ બેઠકમાં ગુજરાત પ્રાંતના અધ્યક્ષ ઉપરાંત બે કાર્યકારી ઉપાઅધ્યક્ષની પણ નિમણુંક કરવામાં આવી છે. મોહનદાસજી મહારાજને અને રાજેન્દ્રનંદગીરી મહારાજને કાર્યકારી ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, જગન્નાથ મંદિર ખાતે સંતોની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં મહંત દિલીપદાસજી ભારતીય સંત સમિતિના પ્રમુખ બન્યા છે. આ બેઠકમાં મોહનદાસજી મહારાજ, અખિલેશ્વર દાસજી હાજર રહ્યા હતા. આ સિવાય ચૈતન્ય શભૂ મહારાજ, રાજચંદ્ર દાસજી મહરાજ, સુનિલ દાસજી દામોદરદાસજી સહિતના સંતો હાજર રહ્યા હતા. સાળંગપુર વિવાદની સનાતન ધર્મમાં મોટી અસર થઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ અખિલેશ્વરદાસ મહારાજને પણ ઉપાધ્યાક્ષ બનાવાયા હતા. રાજેંદ્રગીરી મહારાજ અને મોહનદાસ મહારાજને કાર્યકારી ઉપાધ્યક્ષ બનાવાયા છે. અખિલેશ્વરદાસ મહારાજને પણ ઉપાધ્યાક્ષ બનાવાયા છે. જ્યારે અરવિંદ બ્રહ્મબટ્ટને સંયોજક બનાવાયા છે. દામોદરદાસ મહારાજને પ્રવકતા તરીકે નિયુકતિ કરવામા આવી છે. નોંધનીય છે કે, આ પહેલા અખિલ ભારતિય સંત સમિતિના ગુજરાતના પ્રમુખ તરીકે નૌતમ સ્વામી હતા. ઉત્તરપ્રદેશના લખનઉ ખાતે મળેલી બેઠક બાદ નૌતમ સ્વામીને ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદ શહેરના મણીનગર પોલીસે ટાબરીયા ગેંગનાં ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા
Next articleકૃષ્ણ જન્મોત્સવ-જન્માષ્ટમી પર્વની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ