Home ગુજરાત પ્રવાસન મંત્રી મુળુ બેરા અને કુંવરજી બાવળિયાના હસ્તે રાજકોટના સૌથી મોટા લોકમેળાને...

પ્રવાસન મંત્રી મુળુ બેરા અને કુંવરજી બાવળિયાના હસ્તે રાજકોટના સૌથી મોટા લોકમેળાને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો

25
0

(GNS),06

જન્માષ્ટમીના તહેવારને આડે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રાજકોટના સૌથી મોટા લોકમેળાને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રભરમાંથી લોકો આ મેળાને માણવા માટે ઉમટી પડે છે. દર વર્ષે અંદાજિત 10 લાખ લોક આ મેળામાં આવતા હોય છે. પ્રવાસન મંત્રી મુળુ બેરા અને કુંવરજી બાવળિયાના હસ્તે આ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો છે. 5 દિવસ સુધી ચાલનારા આ મેળામાં વહીવટી તંત્ર દ્વારા રાઈડ્સના ચેકિંગથી લઈને સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં DCP, ACP, PI, PSI સહિત 1300 પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. મેળામાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે ડ઼ોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડની ટીમ પણ તૈનાત રખાશે. ચોરી જેવા બનાવોથી લઈને મહિલાઓની સુરક્ષા સહિતની તમામ બાબતોની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકમેળામાં કુલ 355 સ્ટોલ અને પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. જેમાં રમકડાના 178 સ્ટોલ,ખાણીપીણીના 14 સ્ટોલ,નાની ચકરડીના 48 પ્લોટ,મોટી રાઇડઝના 44,ખાણીપીણીના 37 સ્ટોલ,આઈસ્ક્રીમના 16 સ્ટોલ,ફૂડ કોર્ટના 3 પ્લોટ અને 1 પ્લોટ ટી કોર્નર માટે ફાળવવામાં આવ્યા છે.આ ઉપરાંત લોકોના મનોરંજન માટે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે એક આકર્ષક ડોમ પણ બનાવવામાં આવ્યો છે. જેમાં પાંચેય દિવસ અલગ અલગ ખ્યાતનામ કલાકારો લોકોનું મનોરંજન કરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field