(GNS),06
દેશભરમાં ફરી એકવાર ચોમાસુ પોતાના અસલી રૂમમાં આવી રહ્યું છે. હાલમાં જ હવામાન વિભાગે ફરી એકવાર મોટી આગાહી કરીને ઠેર ઠેર વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. દેશના અત્યારે કેટલાય વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. ઓડિશાના ઘણા વિસ્તારો માટે હવામાન વિભાગ (IMD) દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 24 કલાક દરમિયાન પૂર્વી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જાણકારોના મતે આ વરસાદ ખેડૂતો માટે ફાયદાકારક છે. હવામાન વિભાગ દ્વારા મલકાનગીરી, કોરાપુટ અને નબરંગનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં 24 કલાક દરમિયાન એક કે બે જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક કલાકો દરમિયાન, ઓડિશાના ગંજમ જિલ્લામાં 142.4 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે મયુરભંજમાં 132 મીમી વરસાદ નોંધાયો છે. હવામાન નિષ્ણાતોએ રાજ્યમાં ત્રણ દિવસમાં વ્યાપક વરસાદની આગાહી કરી છે. જાણકારોના મતે વરસાદથી ખેડૂતોને ફાયદો થશે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ બાદ વરસાદની ટકાવારી ઘટી છે. આગામી ત્રણ દિવસમાં વ્યાપક વરસાદથી ખેડૂતોને ફાયદો થવાની આશા છે. આ ઉપરાંત હવામાન વિભાગે પણ 9 સપ્ટેમ્બર સુધી દેશના અન્ય ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી જાહેર કરતા IMDએ કહ્યું છે કે 6 સપ્ટેમ્બરે વિદર્ભના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ અને 7-9 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની સંભાવના છે. જ્યારે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, ગંગા પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, તેલંગાણા, તમિલનાડુ, કેરળ, તટીય આંધ્રપ્રદેશ, ઉત્તર આંતરિક કર્ણાટક, પુડુચેરી, યાનમના ભાગોમાં આજે વરસાદની શક્યતા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.