Home રમત-ગમત Sports ગ્લેન મેક્સવેલ ભારત સામેની વન-ડે સિરીઝમાં નહીં રમે

ગ્લેન મેક્સવેલ ભારત સામેની વન-ડે સિરીઝમાં નહીં રમે

20
0

(GNS),06

ઓક્ટોબરમાં ભારતમાં યોજાનારા વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ અગાઉ કોણીની ઇજામાંથી સંપૂર્ણપણે ફિટ થઈ જવાના ઇરાદા સાથે ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ આ મહિને રમાનારી ભારત સામેની વન-ડે સિરીઝમાં રમવાનો નથી. ગ્લેન મેક્સવેલ તેના ડાબા હાથની કોણીમાં સોજો હોવાને કારણે તાજેતરમાં જ સાઉથ આફ્રિકા સામે રમાયેલી ટી20 સિરીઝમાં પણ રમ્યો ન હતો. બરાબર એક વર્ષ અગાઉ તેને ડાબા પગે પણ ઇજા થઈ હતી. ગ્લેન મેક્સવેલે જણાવ્યું હતું કે ભારત સામેની સિરીઝની કેટલીક મેચ રમવા માટે હજી પણ હું આ રાખી રહ્યો છું પરંતુ હું તે અંગે વધારે વિચાર કરીને દબાણ પેદા કરવા માગતો નથી. ઓસ્ટ્રેલિયાની ટીમ સપ્ટેમ્બરમાં ભારતના પ્રવાસે આવનારી છે અને ત્રણ મેચની વન-ડે સિરીઝ રમશે જેની પ્રથમ મેચ બાવીસમી સપ્ટેમ્બરે રમાશે.

મેક્સવેલે જણાવ્યું હતું કે પસંદગીકારો તથા ટીમના સ્ટાફે મારા પ્રત્યે અત્યાર સુધી સકારાત્મક અભિગમ દાખવ્યો છે. તેઓ પણ મારી ઉપર ખાસ દબાણ લાવવા ઇચ્છતા નથી કેમ કે તેઓ સારી રીતે જાણે છે કે વર્લ્ડ કપ અગાઉ ફિટ થવા માટે મારી પાસે પર્યાપ્ત સમય છે. આમ ઉતાવળ કરીને મારી જાતને એકાદ બે સપ્તાહ માટે પાછળ ધકેલી દેવાને બદલે હું મારી જાતને વધારે સમય આપવા માગું છું. જેથી હું એ બાબતની ખાતરી કરાવી શકું કે હું સમગ્ર વર્લ્ડ કપમાં રમી શકું તેમ તેણે ઉમેર્યું હતું. આઇસીસી વન-ડે વર્લ્ડ કપ માટે દરેક દેશે તેના અંતિમ 15 ખેલાડીની યાદી પાંચમી સપ્ટેમ્બર સુધીમાં મોકલી દેવાની રહેશે પરંતુ તેમાં તેઓ 27મી સપ્ટેમ્બર સુધી પરિવર્તન કરી શકશે.

34 વર્ષીય ગ્લેન મેક્સવેલ હજી પણ તેના ડાબા પગમાં સ્ટિલની પ્લેટ ધરાવે છે. ગયા નવેમ્બરમાં બર્થ ડે પાર્ટી દરમિયાન તે ઘાયલ થયો હતો. તાજેતરમાં તે ટીમની સાથે સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયો હતો પરંતુ ટીમના સૌપ્રથમ ટ્રેનિંગ સેશન વખતે જ તેની કોણીની ઇજા વકરી હતી અને તેને પ્રવાસ અધવચ્ચે મૂકીને વતન પરત ફરી જવું પડ્યું હતું. મને એ ખબર નથી કે સાઉથ આફ્રિકા ગયો ત્યાર બાદ આ ઇજા કેવી રીતે વકરી હતી પરંતુ આમ બન્યું હતું ખરું અને તેથી જ હું રમી શક્યો ન હતો. હું એ દિવસે ટ્રેનિંગમાં ગયો ત્યારે પણ મને કોઈ સમસ્યા ન હતી. એ વખતે કોઈ તકલીફ પડતી ન હતી તેમ તેણે જણાવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field