(જી.એન.એસ), ગાંધીનગર તા. 27
રાજ્યમાં ચૂંટણીના નગારા જોરશોરથી ગાજવા લાગ્યા છે. પી.એમ. મોદી અને રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતે લોકોમાં ધડબડાટી બોલાવવાનું શરૂ કર્યું છે તો બીજી તરફ રાજ્યની મુખ્ય બે રાજકીય પાર્ટીઓ બળવો થવાના ડરથી છાશ ફૂંકી ફૂંકીને પીવે તેમ કાચબા ગતિએ બાકી ઉમેદવારોને ફોનથી કે હાસીદો દોડાવી ઉમેદવારોને જાણ કરી ફોર્મ ભરવાના આદેશ અપાઈ રહ્યા છે. અને આ કારણે ભાજપા અને કોંગ્રેસના ટોપ લેવલે અને લોકોમાં જે નામ હતા તેવા પાંચ ધુરંધર પ્રવક્તાઓને ટીકીટ ન આપી હાંસિયામાં ધકેલી દીધા છે.
રાજ્યમાં ભાજપા અને સરકાર સામે “વિકાસ ગાંડો થયો છે” અને “મારા હાળા છેતરી ગયા” થી જે પ્રહારો વિરોધનો વંટોળ ફુંકાઈને વાવાઝોડું બની ગયો તેનાથી ભાજપા અને સરકાર ડઘાઈ ગઈ હતી. તો બાકી હતું તે પાટીદાર આંદોલનનો યુવા હીરો હાર્દિક પટેલ, ઓ.બી.સી., એસ.સી, એસ.ટી. યુવા નેતા અશ્વિન ઠાકોર અને જીગ્નેશ મેવાડાએ કોંગ્રેસને સાથ આપવાનું જાહેર કરતા ભાજપા નેતાગીરીના પગ હેઠળની જમીન સરકી ગઈ. પરિણામે ઉતાવળમાં પ્રત્યાઘાત આપવામાં સત્તામાં ઠરેલ અને શાણા ગણાતા ભાજપાના નેતાઓ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ જે ભાષા વાપરી તેનાથી ભાજપાને લાભ ના મળે અને નુકશાન થાય તેવા પડઘા આમ પ્રજામા પડ્યા છે. જેને કારણે આ બંને નેતાને ખુદને નુકશાન થાય તો નવાઈ નહિ.
દરમ્યાન આ ચૂંટણી દરમ્યાન ઉમેદવાર પસંદગી બાબતે ભાજપા અને કોંગેસ બંનેમાં બળવો બહાર આવ્યો છે. પરિણામે બંને પક્ષો બાકી નામોની જાહેરાત ફૂંકી ફૂંકીને કરી રહ્યા છે. આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે છતાં બંને પક્ષના બાકી બેઠકોના ઉમેદવારો જાહેર કરવામાં પછડાટ ખાઈ રહ્યા છે.
દરમ્યાન રાજ્યના બંને રાષ્ટ્રીય પક્ષો ભાજપા અને કોંગ્રેસ પક્ષે બળવો થવાના ડરથી લોકોમાં જેમના નામ ગાજતા હતા અને પક્ષને વફાદાર હતા તેવા છ પ્રવક્તાઓના નામની બાદબાકી કરી નાખી હાંસિયામાં ધકેલી દીધા છે. ભાજપાએ ત્રણ પ્રવક્તાઓમાં સર્વ ઇન્દ્રવદનસિંહ કે. જાડેજા ( આઈ.કે.જાડેજા.), ભરત પંડ્યા અને હર્ષદ પટેલ તથા કોંગ્રેસે પણ ત્રણ પ્રવક્તાઓ સર્વ મનીશ દોશી, હિમાંશુ પટેલ અને કૈલાસ ગઢવીને ટીકીટ ન આપી હાંસિયામાં ધકેલી દેતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
જોકે ભાજપાએ છેલ્લે હાંસિયામાં ધકેલી દેવાયેલા પૂર્વ મંત્રી-ધારાસભ્યોના નામ ઉમેદવાર તરીકે જાહેર કરતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. કારણ લોકોમાં તેમના નામ ભુંસાઈ ગયેલ છે અને સાથે સાથે લોક વિરોધ પણ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.