(GNS),04
સુરત શહેરમાં વધુ એક આપઘાતનો બનાવ બનતા ચકચાર મચી છે. પાંડેસરામાં રત્ન કલાકારની 12 વર્ષની દીકરી રહીતિએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. કર્મયોગી સોસાયટી નંબર-2માં રહેતી કિશોરીએ રૂમની અંદર દુપટ્ટો અને રૂમાલ વડે ગળેફાંસો ખાંધો હતો. મૃતક કિશોરી ધોરણ-7માં અભ્યાસ કરતી હતી. જો કે આપઘાતનું કારણ અકબંધ છે. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થયા હતા. દીકરીના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ છવાય.મૃતકના પિતા રત્ન કલાકારનું અને માતા શૂટ કટિંગનું કામ કરતી હતી.
108 એમ્બ્યુલન્સના તબીબે ઘટનાસ્થળે પહોંચી કિશોરીને મૃત જાહેર કરી હતી.કિશોરીએ કેમ આપઘાત કર્યો તેની પોલીસે તપાસ હાથ ધરી છે. ગઇકાલે સુરતના રાંદેર વિસ્તારમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી હતી. હાઉસિંગ બોર્ડમાં રહેતી મહિલાએ તેના બે બાળકો સાથે સામૂહિક આપઘાત કર્યો છે. મહિલાએ બાળકો સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી પ્રમાણે સુરતના રાંદેરમાં 35 વર્ષીય રિટા ચોરસિયા નામની મહિલા તેની 11 વર્ષીય દીકરી અને 5 વર્ષીય દીકરા સાથે રહેતી હતી.જો કે તેણે પોતાના બે બાળકો સાથે ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો છે. સામૂહિક આપઘાત પાછળનું ઘરકંકાસ કારણ હોવાનું અનુમાન છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.