(GNS),04
એશિયા કપ ૨૦૨૩માં આજે ભારત અને નેપાળ વચ્ચે પલ્લેકેલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, કેન્ડીમાં મહત્વની મેચ રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. આ મેચ માટે ભારતીય ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો હતો. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પિતા બનવાને કારણે ભારત પરત ફર્યો હોવાથી આ મેચમાં રમી રહ્યો નથી. તેના સ્થાને ટીમમાં સિનિયર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આવ્યો છે. પાકિસ્તાન સામેની મેચમાં શમીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. નેપાળની ટીમે શરૂઆતથી જ શાનદાર બેટિંગની શરૂઆત કરી દીધી હતી.
ભારતીય પેસર્સ મોહમ્મદ શમી અને સિરાઝને બંને છેડેથી નેપાળી ઓપનર્સે ધોલાઈ કરવાનું શરૂ કરી દીધું હતું. ઓપનર્સ આસિફ અને ભૂર્તેલ ભારતીય બોલર્સ પર હાવી દેખાયા હતા. પહેલી 9 ઓવર્સનાં અંતે નેપાળનો સ્કોર વિના વિકેટે 53 રન હતો. તો બીજી તરફ પહેલી પાંચ ઓવર્સમાં ભારતે કંગાળ ફિલ્ડિંગ પ્રદર્શન કરતાં ત્રણ કેચ પાડયા હતા. જેમાં એક કેચ સ્લીપમાં ઉભેલા શ્રેયસ ઐયરે પડ્યો હતો. એક કેચ સારા ફિલ્ડર ગણાતા વિરાટ કોહલીએ પણ ડ્રોપ કર્યો હતો. તો વિકેટની પાછળ એક કેચ ઇશાન કિશને પડ્યો હતો.
ભારત અને નેપાળ વચ્ચેની મેચ નોકઆઉટ જેવી છે. આ મેચ જીતનારી ટીમ સુપર-4માં સ્થાન નિશ્ચિત કરી લેશે, જ્યારે હારનાર ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. અગાઉ એશિયા કપમાં ભારતની પહેલી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે કેન્ડીમાં જ થઈ હતી જે વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી. જેના કારણે બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યા હતા. આ સાથે જ આ ગ્રુપમાં પાકિસ્તાન સુપર-4 માટે ક્વોલિફાય થઈ ગયું છે. નેપાળની ટીમ પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે 238 રનના વિશાળ અંતરથી હારી ગઈ છે. ટીમ આ પ્રકારે છે જેમાં રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શુભમન ગિલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ. નેપાળની ટીમ આ પ્રકારે છે જેમાં કુશલ ભૂર્તેલ, આસિફ શેખ (wk), રોહિત પોડાલે (c), ભીમ સરકી, સોમપાલ કામી, ગુલશન ઝા, દીપેન્દ્ર સિંહ, કુશલ મલ્લ, સંદીપ લામિછાને, કરણ કેસી, લલિત રાજબંશી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.