Home રમત-ગમત Sports રોહિતે પ્રારંભમાં આફ્રિદી સામે સાવચેત રહેવાનું છે : ઓસ્ટ્રેલિયાના મહાન ઓપનર મેથ્યુ...

રોહિતે પ્રારંભમાં આફ્રિદી સામે સાવચેત રહેવાનું છે : ઓસ્ટ્રેલિયાના મહાન ઓપનર મેથ્યુ હેડન

24
0

(GNS),03

યુનાઇટેડ આરબ અમિરાતમાં 2021માં યોજાયેલા ટી20 વર્લ્ડ કપનું પુનરાવર્તન કરવું ન હોય તો ભારતીય ક્રિકેટ ટીમના સુકાની અને ઓપનર રોહિત શર્માએ શનિવારે એશિયા કપની પાકિસ્તાન સામેની મેચની પહેલી ત્રણ ઓવરમાં શાહિન આફ્રિદી સામે સાવચેતી દાખવવાની છે તેમ ઓસ્ટ્રેલિયાના મહાન ઓપનર અને કોમેન્ટેટર મેથ્યુ હેડનનું માનવું છે. 2021ના વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની પહેલી જ મેચમાં રોહિત શર્મા ઇનિંગ્સના પહેલા જ બોલે આફ્રિદીના ઇનસ્વિંગ યોર્કરને રમવામાં થાપ ખાઈ ગયો હતો અને આઉટ થયો હતો. આ સાથે ભારતનો ધબડકો થયો હતો અને અંતે તેણે દસ વિકેટે મેચ ગુમાવવી પડી હતી. પ્રારંભના આ આઘાતમાંથી ભારત બહાર આવી શક્યુ ન હતું અને અંતે વર્લ્ડ કપમાં પણ તેનો દેખાવ કંગાળ રહ્યો હતો. મેથ્યુ હેડનનું માનવું છે કે પાકિસ્તાન સામેની મેચમાં અને ખાસ કરીને શાહિન આફ્રિદી સામે રમતી વખતે ભારતે પરંપરાગત વલણ અપનાવવાની જરૂર છે જેનાથી પાકિસ્તાનના ઝડપી બોલિંગ આક્રમણને ખાળી શકાશે.

તેણે જણાવ્યું હતું કે શાહિન આફ્રિદી સામે તમારે સરળતાથી રમવાની જરૂર છે. તેમાં તમારે મૂળભૂત અભિગમ અપનાવીને સાવચેતી દાખવવાની જરૂર છે. 2021નો વર્લ્ડ કપ યાદ કરો જ્યારે શાહિન પ્રારંભમાં વિકેટો ખેરવવામાં સફળ રહ્યો હતો. તેણે ઉમેર્યું હતું કે રોહિત શર્માને તેણે ફેંકેલો એ પહેલો બોલ ક્યારેય ભૂલી શકાશે નહીં. આમ શાહિન સામે થોડી સાવચેતી દાખવો. પહેલી ત્રણ ઓવર સાચવી લો તો ત્યાર બાદ આસાનીથી રમી શકાશે. વર્લ્ડ કપની એ મેચમાં ભારતના સુકાની રહેલા વિરાટ કોહલીએ 49 બોલમાં 57 રન ફટકાર્યા હતા અને એ વખતે તેણે ત્રીજા ક્રમે બેટિંગ કરી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાને ક્રિકેટજગતના સૌથી ખાસ મુકાબલા તરીકે ગણાવીને મેથ્યુ હેડને જણાવ્યું હતું કે ભારત આ મેચમાં ફેવરિટ તો છે જ પરંતુ તેના બેટ્સમેને હેરિસ રઉફ અને નસીમ શાહ સામે પણ તકેદારી રાખવાની રહેશે. ભારત આ વખતે પાકિસ્તાનની ઝડપી બોલિંગ ત્રિપૂટી સામે રમવાનું છે. આ મુકાબલો વિશ્વનો સૌથી તીવ્ર મુકાબલો છે. પાકિસ્તાન સામે ત્રણ અલગ અલગ પ્રકારના ઝડપી બોલર છે તો ભારત પાસે એકથી એક ચડિયાતા બેટ્સમેન છે. રોહિત શર્મા, કોહલી અને ગિલ ઉપરાંત તેની પાસે અન્ય કેટલાક પણ ઉમદા બેટસમેન રહેલા છે. આ તમામ સાથે મળીને કામગીરી બજાવે તો તેઓ વિશ્વના ખતરનાક બોલિંગ આક્રમણને સામાન્ય બનાવી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનયનતારાની લોકપ્રિયતાએ કેટરિના કૈફનો રેકોર્ડ તોડ્યો
Next articleભારત પાસે હાલમાં 2011 બાદની સૌથી મજબૂત ટીમ છે : ભૂતપૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રી