(GNS),03
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આગામી સપ્તાહે ભારતમાં યોજાનારી G20 સમિટમાં ભાગ લેશે નહીં. જિનપિંગના સ્થાને ચીનના વડાપ્રધાન લી કિઆંગ બેઠકમાં ભાગ લેશે. સમાચાર એજન્સીના સૂત્રોએ આ માહિતી આપી છે. આ પહેલીવાર હશે, જ્યારે શી જિનપિંગ જી-20(G20) સમિટમાં ભાગ નહીં લે. જિનપિંગ બીજા વિદેશી નેતા છે જે સંમેલનમાં ભાગ લેશે નહીં. જો કે ચીન તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. G-20ના વિશેષ સચિવ મુક્તેશ પરદેશીએ એક દિવસ પહેલા કહ્યું હતું કે ચીને હજુ સુધી જિનપિંગની ભારત મુલાકાત અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. આ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ કોન્ફરન્સમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત દરમિયાન પુતિને કહ્યું હતું કે કોઈ કારણસર તેઓ આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ભારત આવી શકશે નહીં. તમને જણાવી દઈએ કે શી જિનપિંગ અને પીએમ મોદીની છેલ્લી મુલાકાત દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ સમિટ દરમિયાન થઈ હતી. ભારતના વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ જણાવ્યું હતું કે પીએમ મોદીએ ભારત-ચીન સરહદી વિસ્તારોના પશ્ચિમ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર વણઉકેલાયેલા મુદ્દાઓ અંગે શીને ભારતની ચિંતાઓ જણાવી હતી. મે 2020માં ગલવાનમાં થયેલી અથડામણ બાદ બંને નેતાઓની આ બીજી મુલાકાત હતી.
નિષ્ણાતોનું માનવું છે કે જી-20 સમિટમાં ભાગ ન લેવાનો શી જિનપિંગનો નિર્ણય એ એક પ્રકારનો સંકેત હશે કે ચીન ભારત સાથેના સરહદી વિવાદોને ઉકેલવા માંગતું નથી. જો કે, યુએસ પ્રમુખ જો બાઈડને કહ્યું હતું કે તેમને આશા છે કે શી જિનપિંગ જી-20 સમિટમાં ભાગ લેશે. તમને જણાવી દઈએ કે બાઈડેન 8 સપ્ટેમ્બરે પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. તમને જણાવી દઈએ કે ભારત 9-10 સપ્ટેમ્બર સુધી દેશની રાજધાની દિલ્હીમાં G-20 સમિટનું આયોજન કરશે. આ સંમેલનમાં વિશ્વના ઘણા મોટા નેતાઓ ભાગ લેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની આલ્બાનીઝ, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક, જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઈનાસિઓ લુલા દા સિલ્વા સહિત અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ ભાગ લેવા માટે ભારત આવવા આમંત્રણ આપ્યું છે. G-20 સમિટને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ભારે વાહનોને ત્રણ દિવસ સુધી દિલ્હીમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. જમીનથી લઈને આકાશ સુધી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જો કે, રાજધાનીમાં લોકડાઉન જેવી સ્થિતિ નહીં હોય પરંતુ સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે ચુસ્ત રહેશે. PM મોદી 10 સપ્ટેમ્બરે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલાને G-20ની આગામી અધ્યક્ષતા સોંપશે. 1 ડિસેમ્બરે, બ્રાઝિલ ઔપચારિક રીતે G-20નું પ્રમુખપદ ગ્રહણ કરશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.