(GNS),3
ઓડિશાના બાલાસોરમાં એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. સીબીઆઈએ આ દુર્ઘટનામાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ શનિવારે ચાર્જશીટ દાખલ કરી છે. આ ત્રણેય આરોપીઓ રેલવે કર્મચારી છે, જેમની ધરપકડ થઈ ચૂકી છે. આ અકસ્માતમાં લગભગ 280 લોકોના કરુણ મોત થયા હતા અને કેટલાય લોકો ઘાયલ થયા હતા. ત્રણ રેલવે કર્મચારીઓ અરુણ કુમાર મહંત, મોહમ્મદ અમીર ખાન અને પપ્પુ કુમાર પર બિનઇરાદાપૂર્વક હત્યા અને પુરાવાનો નાશ કરવાના આરોપ મૂકવામાં આવ્યો છે. તેમના વિરૂદ્ધ IPC કલમ 304, 201 અને રેલવે એક્ટ 1989 કલમ 153 હેઠળ CBIએ ચાર્જશીટ દાખલ કરી. સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે બહનાગા બજાર સ્ટેશન નજીક લેવલ ક્રોસિંગ ગેટ નંબર 94 પર રિપેરિંગનું કામ અરુણ કુમાર મહંત દ્વારા એલસી ગેટ નંબર 79ના સર્કિટ ડાયાગ્રામનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું. આરોપીનું કામ એ સુનિશ્ચિત કરવાનું હતું કે વર્તમાન સિગ્નલનું પરીક્ષણ, ઓવરહોલિંગ અને ઇન્ટરલોકિંગ ઇન્સ્ટોલેશન મંજૂર પ્લાન મુજબ કરવામાં આવે, પરંતુ તેણે તેમ કર્યું ન હતું. આ વર્ષે 2 જૂને ત્રણ ટ્રેનો ટકરાઈ હતી.
વાસ્તવમાં, કોરોમંડલ એક્સપ્રેસ મુખ્ય લાઇનથી લૂપ લાઇન તરફ જતી હોવાને કારણે, તે બાલાસોરના બહનાગા બજાર રેલવે સ્ટેશન પર ઉભેલી માલગાડી સાથે અથડાઈ હતી, જેના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને એક બીજાની ઉપર ચઢી ગયા હતા. ત્યારે ડાઉન લાઇનથી આવી રહેલી યશવંતપુર-હાવડા એક્સપ્રેસના પાછળના કેટલાક કોચ કોરોમંડલ એક્સપ્રેસના કોચ સાથે અથડાઈ ગયા. અકસ્માત એટલો ભયાનક હતો કે ઘણા મૃતદેહોની ઓળખ પણ થઈ શકી ન હતી. આ અકસ્માત બાદ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બ્રહ્મંગા બજારની મુલાકાત લીધી હતી. આ પછી તેમણે કહ્યું હતું કે દુર્ઘટના બાદ બહનગા બજારના લોકો મદદ માટે આગળ આવ્યા હતા. તેમણે રેલવે અને વહીવટીતંત્ર સાથે જે રીતે કામ કર્યું તે નોંધપાત્ર હતું. રેલવે મંત્રીએ બ્રહ્મંગા ગામના લોકોનો આભાર માન્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બહાનગા હોસ્પિટલના વિકાસ કામો માટે 1 કરોડ અને ગામ અને આસપાસના ગામોના વિકાસ માટે 1 કરોડ ફાળવવામાં આવ્યા છે. કુલ રકમમાંથી અડધી રકમ એમપી ફંડ દ્વારા અને બાકીની અડધી ભારતીય રેલવે દ્વારા ફાળવવામાં આવી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.