(GNS),03
સાળંગપુર મંદિર ખાતે ભીંતચિત્રોને લઈને ચાલી રહેલો વિવાદ ઉગ્ર બની રહ્યો છે. આજે સંત સમાજની બેઠક પણ યોજાઈ હતી. તો બીજી તરફ આ સમગ્ર વિવાદ મામલે હવે રાષ્ટ્રીય સ્વયં સંઘ એટલે કે RSSની એન્ટ્રી થઈ છે. વિવાદનો અંત લાવવા આરએસએસએ દરમિયાનગીરી કરી છે. RSSના રામ માધવે સાધુ સંતો સાથે બેઠક કરી છે.
રામ માધવે સાળંગપુરની મુલાકાત લીધી છે. તેમણે સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ સંતો સાથે બેઠક કરી છે. ભીંતચિત્રના વિવાદ વચ્ચે આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, રામ માધવ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય સચિવ છે અને હાલ RSS માં મહત્વની જવાબદારી સંભાળી રહ્યા છે. રામ માધવ Rssના અખિલ ભારતીય કાર્યકારણીના સદસ્ય છે. તેઓએ 15થી 20 મિનિટ સુધી મંદીર પ્રશાસન સાથે મુલાકાત કરી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.