(GNS),28
સારા વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં તેજી દેખાઈ રહી છે. ફ્લેટ શરૂઆત બાદ બંને મુખ્ય ઇન્ડેક્સ સારી સ્થિતિમાં નજરે પડ્યા બાદ ફરી સરક્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટી અત્યંત સામાન્ય વધારા સાથે સવારે 9.21 વાગે નજરે પડ્યા હતા. જેમાં સેન્સેક્સ અને નિફ્ટી ની સ્થિતિ જણાવીએ તો, આજે ૨૮ ઓગસ્ટ સવારે બજાર પ્રારંભિક સમય મર્યાદા (૦૯:૨૧ એ.એમ)એ સેન્સેક્સ ૬૪,૯૦૮.૦૮ +૨૧.૫૭ એટલે (૦.૦૩૩ ટકા)ની સ્થિતિ પર અને નિફ્ટી ૧૯,૨૯૮ +૩૨.૫૫ (૦.૧૭ ટકા)ની સ્થિતિ પર જોવા મળ્યા હતા અને Reliance AGM પહેલા શેર(RIL Share Price) નજીવા ફેરફાર સાથે 2,466.30 રૂપિયાની સપાટીએ નજરે પડ્યો હતો.
શેરબજાર પ્રારંભિક બેલ (૨૮ ઓગસ્ટ, ૨૦૨૩)
સેન્સેક્સ : ૬૪,૯૦૮.૦૮ +૨૧.૫૭ એટલે (૦.૦૩૩ ટકા)ની સ્થિતિ
(_ 64,908.08 +21.57 (0.033%) ) નિફ્ટી : ૧૯,૨૯૮ +૩૨.૫૫ (૦.૧૭ ટકા)ની સ્થિતિ ( 19,298.35 +32.55 (0.17%) _)
શેરબજાર અંતિમ બેલ (૨૫ ઓગસ્ટ, ૨૦૨૩)
વૈશ્વિક બજારના અનુમાન પ્રમાણે દર્શાવેલ છે..
સેન્સેક્સ : ૬૪,૮૮૬.૫૧ -૩૬૫.૮૩ એટલે (૦.૦૫૬ ટકા)ની સ્થિતિ
(_ 64,886.51 −365.83 (0.56%) ) નિફ્ટી : ૧૯,૨૬૫ -૧૨૦.૯૦ (૦.૬૨ ટકા)ની સ્થિતિ ( 19,265.80 −120.90 (0.62%) _)
સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે શેરબજારમાં જોરદાર મૂવમેન્ટના અનુમાન હતા પણ શરૂઆત ફ્લેટ થઇ હતી. સારા વૈશ્વિક સંકેતોને કારણે બજારના મુખ્ય સૂચકાંકો સકારાત્મક ખુલ્યા છે પણ તેજી અત્યંત મામૂલી હતી. જેક્સન હોલ મીટિંગમાં ફેડ ચેરમેનના નિવેદનની અસર બજાર પર જોવા મળી છે. એશિયન બજારો પણ હરિયાળા રહ્યા છે. જાપાનનો નિક્કી અને કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ મજબૂત કારોબાર કરી રહ્યા છે. આ પહેલા શુક્રવારે અમેરિકન બજારો પણ સકારાત્મક બંધ થયા હતા. જોકે, 25 ઓગસ્ટે ભારતીય બજારોમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો હતો. BSE સેન્સેક્સ 265 પોઈન્ટ ઘટીને 64,886 પર બંધ રહ્યો હતો.
શેરબજાર માટે મહત્વપૂર્ણ ટ્રિગર પર જો એક નજર કરવામાં આવે તો, શુક્રવારે ડાઉ 250 પોઈન્ટ, નાસ્ડેક 126 પોઈન્ટ ચાલી રહ્યો હતો, ફેડ ચેરમેને જેક્સન હોલમાં દરમાં વધારો કરવાનો સંકેત આપ્યો છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આજે 46મી એજીએમ છે, ચોખાની નિકાસ પર કડકતા, બાસમતી $1200/ટન MEP, જયારે યુકે માર્કેટમાં આજે રજા છે, યુએસ ઓગસ્ટ જોબ્સ ડેટા જાહેર થશે, US, EU ગ્રાહક વિશ્વાસ ડેટા જાહેર થશે, EU ફુગાવાનો ડેટા આવશે, શુક્રવારે યુએસ બજારમાં પોવેલના નિવેદન બાદ યુએસ બજારોમાં ઉછાળો આવ્યો હતો, છેલ્લા સત્રમાં ડાઉ 250 પોઈન્ટ ઉપર Nasdaq 1%, VIX 9% નીચે તો આઇટી ઉપરાંત એનર્જી અને કન્ઝ્યુમર શેર્સમાં ખરીદીનો ટેકો રહ્યો હતો. યુએસ ફેડ ચેરમેનના નિવેદનની અસર શું પડી?.. જે જણાવીએ, 20% નિષ્ણાતો સપ્ટેમ્બર પોલિસીમાં વધારાની અપેક્ષા રાખે છે, 50% નિષ્ણાતો નવેમ્બર અથવા ડિસેમ્બર પોલિસીમાં 0.25% વૃદ્ધિની આગાહી કરી રહ્યા છે, 10-વર્ષનું બોન્ડ યીલ્ડ 4.25% ની નજીક સ્થિર, 2-વર્ષના બોન્ડ યીલ્ડ 5%ને પારઅ અને ડૉલર ઇન્ડેક્સ 12 સપ્તાહની ઊંચી સપાટીએ, 104ને પાર થયો.
મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ તેની 46મી વાર્ષિક સામાન્ય સભા (AGM) ઓગસ્ટ 28 ના રોજ સુનિશ્ચિત કરે છે, જે દરમિયાન રોકાણકારો શ્રેણીબદ્ધ નોંધપાત્ર અપેક્ષા રાખે છે. આ AGM Jio ફાઇનાન્શિયલ સર્વિસિસ અને કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી દ્વારા રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) માં હિસ્સાની ખરીદીની સૂચિને નજીકથી અનુસરે છે. જ્યારે ચેરમેન મુકેશ અંબાણીની આગેવાની હેઠળનું જૂથ તેની 46મી એજીએમ માટે તૈયાર છે, ત્યારે રોકાણકારો રિલાયન્સ જિયોના પ્રારંભિક જાહેર ભરણા (IPO)ની સમયરેખા પર જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે ઘણા બ્રોકરેજોએ અગાઉ કહ્યું હતું કે આ વર્ષે નહીં થાય.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.