Home દેશ - NATIONAL વડાપ્રધાન મોદીએ રોજગાર મેળા અંતર્ગત 51 હજાર યુવાઓને નિમણૂક પત્રો આપ્યા

વડાપ્રધાન મોદીએ રોજગાર મેળા અંતર્ગત 51 હજાર યુવાઓને નિમણૂક પત્રો આપ્યા

19
0

(GNS),28

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 51,000 થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યુ છે. દેશભરમાં 45 સ્થળોએ જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. પોતાના વર્ચ્યુઅલ સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે યુવાનો માટે નવા રસ્તા ખોલવા માટે અર્ધલશ્કરી દળોની ભરતી પ્રક્રિયામાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. PMએ કહ્યું હતુ કે અર્ધલશ્કરી દળોમાં ભરતી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવામાં આવી છે જેથી ભરતીનો સમય ઓછો થાય. યુવાનો માટે નોકરીની તકો વિશે વાત કરતાં તેમણે કહ્યું કે ઓટોમોબાઈલ, ફાર્મા ક્ષેત્રો ખૂબ જ ઝડપથી વિકસી રહ્યાં છે અને આવનારા દિવસોમાં નોકરીની વિશાળ તકો ઊભી કરશે. તેમણે દાવો કર્યો હતો કે ભારત આ દાયકામાં વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાંની એક બની જશે. પીએમ મોદીએ કહ્યું, “જ્યારે હું આ ગેરંટી આપું છું, ત્યારે તે હું કરું છું કે અને તેની સંપૂર્ણ જવાબદારી રહેશે મારી રહશે .”

ખીલતી અર્થવ્યવસ્થા માટે તમામ ક્ષેત્રોના મહત્વ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું, “ફૂડથી લઈને ફાર્મા સુધી, અવકાશથી લઈને સ્ટાર્ટઅપ્સ સુધી, કોઈપણ અર્થતંત્ર માટે તમામ ક્ષેત્રોનો વિકાસ જરૂરી છે.” બેન્કિંગ સેક્ટરમાં સુધારા કરવા અને તેને સામાન્ય લોકો માટે વધુ ઉપલબ્ધ બનાવવાના નિર્ણયો પર પ્રકાશ ફેંકતા, પીએમ મોદીએ યાદ અપાવ્યું કે જન ધન યોજના નવ વર્ષ પહેલા 28 ઓગસ્ટના રોજ શરૂ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ યોજનાએ રોજગાર સર્જનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે અર્ધલશ્કરી દળોના જવાનોને તેમની સેવાઓ દરમિયાન પણ શીખવાની તેમની ઇચ્છા ચાલુ રાખવાનું સૂચન કર્યું. તેમણે નવા ભરતી કરનારાઓને કૌશલ્ય વિકાસ અને અભ્યાસક્રમો માટે નવા પોર્ટલ પર પોતાની નોંધણી કરાવવા વિનંતી કરી હતી. પીએમ મોદીએ કહ્યું, “આ અભ્યાસક્રમો દરમિયાન તમે જે પણ શીખશો તે તમને એક ઉત્તમ અધિકારી બનવામાં મદદ કરશે.” તેમણે નવા ભરતી કરનારાઓને તેમની શારીરિક તંદુરસ્તી પર ધ્યાન કેન્દ્રિત કરવા અને તેમની સેવા દરમિયાન તેમના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી જાળવવા પણ કહ્યું હતુ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદૈનિક રાશિફળ (તા.૨૯-૦૮-૨૦૨૩)
Next articleહરિયાણાના નૂહમાં વિશ્વ હિન્દુ પરિષદની યાત્રા હવે પ્રતિકાત્મક રહેશે