Home દુનિયા - WORLD વેગનર ગ્રુપનું સામ્રજ્ય કેટલું વિશાળ છે તે જાણી દંગ રહી જશો..

વેગનર ગ્રુપનું સામ્રજ્ય કેટલું વિશાળ છે તે જાણી દંગ રહી જશો..

23
0

(GNS),27

મોસ્કો : રશિયાના વેગનર ગ્રૂપના વડા યેવજેની પ્રિગોગિનનું (yevgeny prigozhin) મોત થયું છે. પ્રિગોગીનનું બુધવારે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. જો કે, વેગનર ગ્રુપ હજુ પણ સક્રિય છે. પ્રિગોગીનનું ભલે મોત થયુ હોય, પરંતુ તેણે પોતાની પાછળ અધધ સંપત્તિ છોડી દીધી છે. જેમાં તેલના કુવાઓથી લઈને સોનાની ખાણો સુધીની દરેક વસ્તુનો સમાવેશ થાય છે. પ્રિગોગીન વિશ્વના ઘણા દેશોની જંગી આવક દ્વારા જ રશિયા માટે યુદ્ધ લડી રહ્યો હતો. આફ્રિકામાં રશિયા માટે પણ તે મેદાનમાં હાજર હતો. વેગનર ગ્રુપ એક ખાનગી સૈન્ય છે, જે પ્રિગોગીનના કહેવા પર કામ કરી રહ્યું હતું. તેમના શાસનમાં માત્ર આફ્રિકામાં જ નહીં પરંતુ સીરિયામાં પણ અનેક ઓપરેશન કરવામાં આવ્યા હતા. આ સિવાય વેગનર ગ્રુપના લડવૈયાઓએ યુક્રેનમાં યુદ્ધનો માર્ગ કેવી રીતે બદલ્યો તે જોવા જેવું છે. વેગનર ગ્રુપનું વિસ્તરણ વિશાળ છે, તેની આવકના કેટલાક સ્ત્રોતો સાર્વજનિક છે.

આવી સ્થિતિમાં, જાણો કે, પ્રિગોગિન દ્વારા બનાવવામાં આવેલ વેગનર ગ્રુપ પાસે કેટલા પૈસા છે. અથવા તો વેગનર ગ્રુપની કેટલી સંપત્તિ છે?.. જે જણાવીએ, રશિયાના સંરક્ષણ મંત્રાલય પાસેથી વાર્ષિક 8 હજાર કરોડ રૂપિયા મળતા હતા. પ્રિગોગીનના કોનકોર્ડ કેટરિંગ બિઝનેસમાંથી 90 હજાર કરોડ રૂપિયાની વાર્ષિક આવક થાય છે. વેગનર સરકારી વિભાગોમાંથી વાર્ષિક રૂ. 82,000 કરોડની કમાણી કરે છે. વેગનર ગ્રૂપ સુદાનમાં સોનાની ખાણોની સુરક્ષા સંભાળે છે, તેને મોટી આવક થાય છે. વેગનર સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકમાં હીરાની ખાણોની સુરક્ષાનો હવાલો પણ સંભાળે છે. તેમાંથી તગડી આવક થાય છે. વેગનરની પાસે સીરિયામાં તેલના કુવાઓ પણ છે.

પ્રિગોઝિન વિશ્વના ઘણા દેશોની અપાર આવક દ્વારા જ રશિયા માટે યુદ્ધ લડી રહ્યો હતો. તેમના મૃત્યુ પછી, રશિયામાં તેમના સમર્થનમાં અવાજ ઉઠ્યો છે. તુલા વિસ્તારના ગવર્નર જનરલે કહ્યું છે કે વેગનરે વિશ્વના ઘણા ક્ષેત્રોમાં રશિયા માટે મુશ્કેલ યુદ્ધ લડ્યું છે. પ્રિગોઝિનના મૃત્યુથી રશિયાને નુકસાન થયું છે. પ્રિગોઝિન અને ઉત્કિન કટ્ટર દેશભક્ત હતા. પરંતુ હવે રશિયાની ધરતી પરથી વેગનરના પ્રતીકો પણ ભૂંસાઈ રહ્યા છે. વેગનર ગ્રૂપ એક સમયે રશિયામાં મોટો ખેલાડી હતો. પરંતુ પ્રિગોગીનના મૃત્યુ પછી, તે અપમાનનો વિષય બની ગયો છે, તેથી જ યુક્રેને વેગનરને તેની બાજુમાં લાવવાની ઓફર કરી છે. રશિયાના યુક્રેન તરફી ભાડૂતી સૈનિકોએ કહ્યું છે કે રશિયન લશ્કરી સ્વયંસેવક કોર્પ્સ યુક્રેનના સમર્થનમાં યુદ્ધ લડે છે. આ કોર્પ્સના સૈનિકોએ વેગનરના નામે એક સંદેશ જારી કર્યો છે. સંદેશમાં કહેવામાં આવ્યું છે કે પ્રિગોગીનના મૃત્યુ પછી, વેગનરના લડવૈયાઓએ જાગી જવું જોઈએ. અમારી સાથે જોડાઓ અને ક્રેમલિન સામે યુદ્ધ લડો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field